Ananya Panday: અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે બોલીવુડ સ્ટાર્સને પૈસા મળ્યા હતા ? જાણો સાચી વાત
Ananya Panday: રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. આ લગ્નમાં દુનિયાભરના બિઝનેસ જગતના દિગ્ગજોથી લઈ બોલીવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. તેવામાં એક પ્રશ્ન લોકોના મનમાં હતો કે અનંત અંબાણીના લગ્ન માટે બોલીવુડ સ્ટાર્સને પૈસા મળે છે ? આજે તમને આ પ્રશ્નનો સાચો જવાબ જણાવીએ.
Ananya Panday: અંબાણી પરિવારમાં લગ્ન હોય, તહેવાર હોય કે અન્ય કોઈ સેલિબ્રેશન હોય બોલીવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળે જ છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનથી લઈ ન્યૂકમર પણ અંબાણી પરિવારના આંગણે સજીધજીને પહોંચી જાય છે. આ વર્ષે મહિનાઓ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સોશિયલ મીડિયા પર છવાયેલા હતા. આ બધું જોઈ લોકોના મનમાં પણ પ્રશ્ન હતો કે બોલીવુડ સ્ટાર્સને અંબાણી પરિવારની ઈવેન્ટમાં હાજરી આપવા માટે પૈસા આપવામાં આવે છે ? આ પ્રશ્નનો જવાબ અનન્યા પાંડેએ આપી દીધો છે.
આ પણ વાંચો: Bigg Boss 18: બિગ બોસ 18 માં હોસ્ટ હશે સલમાન ખાન, ટાઈમ અને ફ્યુચર પર આધારિત છે થીમ
અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્નમાં દરેક બોલીવુડ કલાકાર ઠુમકા લગાવતા અને ઘરના લગ્ન હોય તેમ મજા કરતા દેખાયા હતા. આ બધું કરવા માટે તમને પૈસા મળ્યા હતા કે કેમ તે અંગે ખુલાસો અભિનેત્રી અનન્યા પાંડેએ તેના એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. જ્યારે અનન્યાને પુછવામાં આવ્યું કે અંબાણી પરિવારની ઈવેન્ટમાં જવા માટે પૈસા મળે છે તો તેણે કહ્યું નહીં... તેણે કહ્યું કે અંબાણી પરિવારના સભ્યો તેમના મિત્ર છે તેથી સ્વાભાવિક છે કે મિત્રના લગ્નમાં તમે મજા કરવાના જ છો.
આ પણ વાંચો: Anupama શોમાં બદલાઈ જશે કાવ્યા, મદાલસા શર્માએ પણ છોડી દીધી સીરિયલ, જાણો શું છે કારણ
અનન્યા પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે અંબાણી પરિવાર બધાને પ્રેમથી બોલાવે છે. અનંત રાધિકાના લગ્નમાં પણ ભારે ધામધૂમ હતી પરંતુ દરેકનું સ્વાગત પ્રેમથી કરવામાં આવ્યું. આ લગ્નમાં હજારો લોકો હતા. પરંતુ બધાનું ખાસ વેલકમ થયું અંબાણી પરિવારની આ ક્વોલિટી છે જે લોકોના દિલને સ્પર્શી જાય છે.
આ પણ વાંચો: ફરી એકવાર જોવા મળશે હસ્તરનો આતંક, તુમ્બાડ 2 ફિલ્મનું મેકર્સે કર્યું અનાઉન્સમેન્ટ
અનંત અંબાણી અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થયા હતા. આ લગ્ન રોયલ વેડિંગ સમાન હતા. રાજસી ઠાઠ સાથે અનંત અંબાણીના લગ્ન થયા. જેમાં અમિતાભ બચ્ચનથી લઈ દરેક સુપરસ્ટાર જોવા મળ્યા હતા.