Bigg Boss 18: બિગ બોસ 18 માં હોસ્ટ હશે સલમાન ખાન, ટાઈમ અને ફ્યુચર પર આધારિત છે થીમ, જુઓ પ્રોમો


Bigg Boss 18: છેલ્લા ઘણા સમયથી અટકળો હતી કે bigg boss 18 માં હોસ્ટ તરીકે સલમાન ખાન હશે કે નહીં... જેના પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે કારણ કે બિગ બોસ 18 માં સલમાન ખાન જ હોસ્ટ તરીકે જોવા મળશે. 

Bigg Boss 18: બિગ બોસ 18 માં હોસ્ટ હશે સલમાન ખાન, ટાઈમ અને ફ્યુચર પર આધારિત છે થીમ, જુઓ પ્રોમો

Bigg Boss 18: બિગ બોસના ચાહકો જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સીઝન ટૂંક સમયમાં જ શરૂ થવાની છે. Bigg boss 18 ની શરૂઆતને લઈને ચાહકોની આતુરતા વધી ચૂકી છે. કારણ કે મેકર્સ તરફથી બિગ બોસના ચાહકોને સરપ્રાઈઝ આપવામાં આવી છે. Bigg boss 18 નો પહેલો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ પ્રોમોથી એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ છે કે આ વખતના શોને સલમાન ખાન જ હોસ્ટ કરશે. છેલ્લા ઘણા સમયથી અટકળો હતી કે bigg boss 18 માં હોસ્ટ તરીકે સલમાન ખાન હશે કે નહીં... જેના પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે કારણ કે બિગ બોસ 18 માં સલમાન ખાન જ હોસ્ટ તરીકે જોવા મળશે. 

આ પણ વાંચો:

Bigg boss 18 નો જે પ્રોમો શેર કરવામાં આવ્યો છે, તેમાં બેકગ્રાઉન્ડમાં સલમાન ખાનનો અવાજ સંભળાય છે. બિગ બોસના આ પ્રોમોમાં શોની થીમ વિશે પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ વખતની સીઝન ખૂબ જ ખાસ અને અલગ હશે. Bigg boss 18 માં આ વખત ટાઈમ અને ફ્યુચર સંબંધિત થીમ રાખવામાં આવી છે. પ્રોમોના કેપ્શનમાં પણ 'ટાઈમ કા તાંડવ' એવું લખવામાં આવ્યું છે. સાથે જ લખવામાં આવ્યું છે કે ઘરના લોકોનું ફ્યુચર bigg boss જોશે...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

બીગ બોસના આ પહેલા પ્રોમોના કારણે લોકોનો ઉત્સાહ પણ વધી ગયો છે. પ્રોમો ખૂબ જ રસપ્રદ લાગે છે જેના કારણે આ વખતની સીઝન ખૂબ જ ખાસ હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચર્ચાઓ છે કે bigg boss 18 ની આ સિઝનમાં સ્પર્ધકોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને લઈને ખાસ ટ્વિસ્ટ લાવવામાં આવશે. હવે ચાહકો એ વાત જાણવા આતુર છે કે બીગ બોસ 18 માં સ્પર્ધક તરીકે કોણ કોણ જોવા મળશે. જોકે હાલ બિગ બોસની પહેલી સ્પર્ધક તરીકે નિયા શર્માનું નામ કન્ફર્મ છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ સાથે જ શોહેબ ઈબ્રાહીમ નું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news