Ananya Panday: સાઈબર થ્રિલર ફિલ્મ CTRL માં જોવા મળશે અનન્યા પાંડે, આ તારીખથી OTT પર થશે સ્ટ્રીમ
Ananya Panday: અભિનેત્રી અનન્યા પાંડે હાલ તેની આગામી ફિલ્મ CTRL ને લઈને ચર્ચામાં છે. અનન્યા પાંડેની આ ફિલ્મ સાઈબર થ્રિલર જોનરની ફિલ્મ છે. આ ફિલ્મને જોવા માટે લોકો પણ આતુર છે. અનન્યા પાંડેની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે અને તેની ડેટ પણ જાહેર થઈ ચૂકી છે.
Ananya Panday: બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેની નવી ફિલ્મ CTRL ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ એક સાઇબર થ્રિલર ફિલ્મ હશે. આ ફિલ્મનું ડાયરેક્શન વિક્રમાદિત્ય મોટવાણીએ કર્યું છે. અનન્યા પાંડેની આ ફિલ્મ સિનેમા ઘરોમાં નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. અનન્યા પાંડેએ પોતાના Instagram પર તેની અપકમિંગ ફિલ્મનો ટીઝર વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો: અજય દેવગન પાસેથી લવ એડવાઈઝ લેતી હતી કાજોલ, અભિનેત્રીના લગ્નની વિરુદ્ધ હતા તેના પિતા
આ વિડીયો સાથે ફિલ્મની રિલીઝ ડેટનો ખુલાસો પણ કર્યો છે. આ ફિલ્મમાં અનન્યા પાંડેની સાથે વિહાન સામત પણ જોવા મળશે. આ બંને પહેલી વખત એક સાથે જોવા મળશે. આ ફિલ્મ પહેલા અનન્યા પાંડે નેટફિક્સ પર રિલીઝ થયેલી ખો ગયે હમ કહાં ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મો પણ નેટફ્લિક્સ પર જ રિલીઝ થઈ હતી અને હવે અનન્યા પાંડેની આગામી ફિલ્મ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
અનન્યા પાંડે નવી ફિલ્મનો જે વિડીયો શેર કર્યો છે તે માત્ર 49 સેકન્ડનો છે. અનન્ય પાંડેની આ ફિલ્મ પણ નેટફિક્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મ મેકર અનુસાર આ ફિલ્મ અલ્ટ્રા મોડલ સાઈબર થ્રિલર ફિલ્મ છે જે તમને ટેકનોલોજીનો ઉપયોગ કરવાને લઈને વિચારતા કરી દેશે. ફિલ્મ વિશે જાણકારી મેળવીને દર્શકો વધારે એક્સાઇટેડ છે.
CTRL ફિલ્મની સ્ટોરી ?
આ પણ વાંચો: ભારતની સૌથી અમીર અભિનેત્રી, ઐશ્વર્યા-પ્રિયંકા પણ કપડા અને સોનાના કલેકશનમાં રહે પાછળ
આ ફિલ્મમાં અનન્યા પાંડે નયના અવસ્થીનું પાત્ર ભજવે છે. જ્યારે વિહાન જોયના પાત્રમાં જોવા મળશે. બંને એક રોમેન્ટિક કપલ છે અને સાથે મળીને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવે છે. ઇન્ટરનેટ પર દર્શકો તેમના કન્ટેન્ટને ખૂબ જ પસંદ કરે છે પરંતુ પછી તેઓ અલગ થઈ જાય છે. પછી ફિલ્મમાં શું થાય છે તે જોવા જેવું છે. ફિલ્મમાં એક એવી દુનિયા દેખાડવામાં આવશે જેમાં ડેટા પાસે સંપૂર્ણ પાવર છે. એક વખત ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો લોકો ભાગ બની જાય છે પછી તેઓ આ પ્રોસેસમાં બધો જ કંટ્રોલ ગુમાવી બેસે છે.