India's Richest Actress: ભારતની સૌથી અમીર અભિનેત્રી, ઐશ્વર્યા-પ્રિયંકા પણ કપડા અને સોનાના કલેકશનમાં રહી જાય પાછળ

India's Richest Actress: ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓની યાદીમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિતની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. પરંતુ આ અભિનેત્રીઓની સંપત્તિ ભારતની એક અભિનેત્રીની કુલ સંપત્તિની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. આ અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે.

India's Richest Actress: ભારતની સૌથી અમીર અભિનેત્રી, ઐશ્વર્યા-પ્રિયંકા પણ કપડા અને સોનાના કલેકશનમાં રહી જાય પાછળ

India's Richest Actress: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે કરોડોની સંપત્તિની માલિક હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓની યાદીમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિતની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. પરંતુ આ અભિનેત્રીઓની સંપત્તિ ભારતની એક અભિનેત્રીની કુલ સંપત્તિની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. આ અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે. જે અભિનેત્રીની વાત અહીં થઈ રહી છે તે છે 60 અને 70 ના દાયકામાં તમિલ અને તેલુગુ સિનેમામાં રાજ કરતી અભિનેત્રી. તે સમયમાં પણ આ અભિનેત્રી સૌથી અમીર હતી. 

અહીં વાત થઈ રહી છે તમિલ અને તેલુગુ સિનેમાની સુપરસ્ટાર જયલલિતાની. જયલલિતાની કુલ સંપત્તિ આજની કોઈપણ ફિમેલ એક્ટ્રેસની સંપત્તિ કરતા અનેક ગણી વધારે હતી. તેની સંપત્તિમાં કીમતી ઘરેણા અને અનેક સાડી તેમજ ફૂટવેરના ભવ્ય કલેકશનનો પણ સમાવેશ થાય છે. 

900 કરોડની માલિક હતી જયલલિતા 

આજના સમયમાં 830 કરોડની સંપત્તિ સાથે ઐશ્વર્યા રાય ભારતની સૌથી અમીર અભિનેત્રી છે, જ્યારે દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપડા 500 કરોડની સંપત્તિની માલિક છે. પરંતુ વાત કરીએ જયલલિતાની તો 1997 માં જયલલિતા પાસે સૌથી ઓછી સંપત્તિ હતી. તે સમયની તેની સંપત્તિ 900 કરોડની હતી. 

સિનેમા જગતનું મોટું નામ જયલલીતા 

જયલલીતા એ 1961માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 60 ના દશકમાં તે લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવા લાગી. 1980 સુધીમાં જયલલિતા સુપરસ્ટાર બની ચૂકી હતી. તમિલ સિનેમા અને તેલુગુ ફિલ્મોમાં જયલલિતા ખૂબ જ લોકપ્રિય હતી. 

જયલલિતાની સાડીનું અને સોનાનું કલેક્શન 

1980 માં તેણે ફિલ્મી કરિયરને બ્રેક આપી અને રાજકારણમાં એન્ટ્રી કરી. 1991 થી 2016 વચ્ચે તે 5 વખત તમિલનાડુની મુખ્યમંત્રી બની. 1997 માં જ્યારે જયલલિતા ઘર પર દરોડા થયા હતા ત્યારે અધિકારીઓએ 10,000 થી વધુ સાડી, 750 જોડી જૂતા, 91 કિમતી ઘડિયાળ અને 1250 કિલો ચાંદી અને 28 કિલો સોનુ બરામદ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news