નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર્સની બાળપણની તસવીરો જ્યારે પણ સામે આવે છે તો ફેન્સને તે ખૂબ ગમે છે. પરંતુ આ વખતે એક નહી પરંતુ 4-4 બોલીવુડ સેલેબ્રિટીઝના બાળપણની એક તસવીર સામે આવી છે. ખાસ વાત એ છે કે આ થ્રોબેક ફોટો (Throwback Photo) ની સાથે ચારેયની એક તાજેતરની તસવીર પણ જોવા મળી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ સુહાના ખાન (Suhana Khan), અનન્યા પાંડે (Ananya Pandey), શનાયા કપૂર (Shanaya Kapoor) અને નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ની. જેમની મિત્રતા બાળપણથી આજ સુધી યથાવત છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold Price Today: અત્યારે સોનું ખરીદવાનો છે સાચો સમય, ફરી સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો


એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) એ તાજેતરમાં જ બે તસવીરો પોતાની ઇંસ્ટાગ્રામ વોલ પર શેર કરી છે. આ બંને ફોટામાં તે પોતાની ગર્લ ગેંગ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેમાંથી એક તસવીર તો તાજેતરની છે પરંતુ એક તસવીર ચારેયના બાળપણની છે. આ તસવીરોને જોઇ હવે ચારેય બોલીવુડ ગર્લ્સના ફેન્સ આશ્વર્ય ચકિત રહી ગયા. જુઓ આ પોસ્ટ...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube