`સ્વતંત્રતા દિવસ` પર &TVના કલાકારોએ જણાવ્યો અસલી સ્વતંત્રતાનો અર્થ
સ્વતંત્રતા દિવસના અવસર પર એન્ડ ટીવીના સ્ટાર આસિફ શેખ, શુભાંગી અત્રે, યોગેશ ત્રિપાઠી, સારિક બહરોલિયા અને અન્ય સ્ટાર પોતાની સ્વાલંબી અને આત્મનિર્ભર બનવાની યાત્રાનો ઉત્સવ ઉજવી રહ્યા છે.
મુંબઇ: સ્વતંત્રતા દિવસના અવસર પર એન્ડ ટીવીના સ્ટાર આસિફ શેખ, શુભાંગી અત્રે, યોગેશ ત્રિપાઠી, સારિક બહરોલિયા અને અન્ય સ્ટાર પોતાની સ્વાલંબી અને આત્મનિર્ભર બનવાની યાત્રાનો ઉત્સવ ઉજવી રહ્યા છે.
એન્ડ ટીવીના ભાભીજી ઘર પર હૈ કે વિભૂતિ મિશ્રા એટલે કે આસિફ શેખનું સ્વતંત્રતા વિશે કહેવું છે કે 'આપણને સ્વતંત્રતાનો સાચો અર્થ ત્યાં સુધી સમજાતો નથી, જ્યાં સુધી આપણે કેદ ન થઇ જઇએ. આ લોકડાઉને મને સ્વતંત્રતા વિશે સ્કૂલના પુસ્તક કરતાં વધુ શિખવાડ્યું છે. મને હંમેશા લાગતું હતું કે હું આઝાદ છું, પરંતુ આ કઠિન સમયમાં મને સમજાઇ ગયું કે હું તે સ્વતંત્ર વ્યક્તિના અડધે સુધી નજીક પણ નથી, જેમકે પોતાને માનતો હતો. આ કઠીન સમયમાં પોતાને અને પોતાના પરિવારને સંભાળ્યા પછી હવે હું ગર્વથી કહી શકુ છું કે હું પહેલાંથી સ્વાલંબી છું. તમામને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.
ભાભાજી ઘર પર હૈની અંગૂરી ભાભી, એટલે કે શુભાંગી અત્રેએ કહ્યું કે સ્વતંત્રતાનો અર્થ તે ઘણી વસ્તુઓ સાથે છે, જેને આપણે રૂટિનમાં વ્યસ્ત હોઇએ ત્યારે તેની ઉપેક્ષા કરી દઇએ છીએ. સ્વતંત્રતા એવું પાસું છે, જેનો આપણે બધાએ આભાર વ્યક્ત કરવો જોઇએ પરંતુ એ પણ વિચારવું જોઇએ કે અંદરથી સ્વતંત્ર અનુભવ કરવા માટે શું જરૂરી છે. આ અનુભવ ત્યારે થાય છે, જ્યારે આપણે રોજગાર અને વ્યક્તિગત સ્તર પર પોતે કામ કરવાનું શરૂ કરીએ છીએ. હું ભાગ્યશાળી છું કે મને આવો પરિવાર મળ્યો, જે ઘરના કામોમાં મદદ કરે છે અને એકબીજા પર નિર્ભરતા કોઇના માટે બોજો ન બની જોઇએ. મને આશા છે કે આ સ્વતંત્રતા દિવસ પર પોતાની રીતે આત્મનિર્ભર બનીશું અને સ્વતંત્રતાનો ઉત્સવ તેના યોગ્ય અર્થો સાથે ઉજવીશું.
'હપ્પૂ કી ઉલટન પલટન'ના હવાલદાર હપ્પૂ સિંહ, એટલે કે યોગેશ ત્રિપાઠીએ આ અંગે વાત કરતાં કહ્યું કે આપણે મોટાભાગે સ્વતંત્રતાનો અર્થ જવાબદારીઓથી બચવાનું માને છે, પરંતુ સાચો અર્થમાં તેનો અર્થ જરૂરિયાતના સમયે મદદનો હાથ વધારવાનો હોય છે, જેથી બોજ એક વ્યક્તિ પર ન રહે. મને લાગે છે કે સ્વતંત્રતા કોઇ એક વ્યક્તિનો અધિકાર નથી, પરંતુ પરિવારમાં તમામ પર લાગૂ પડે છે. એટલા માટેહું મારું યોગદાન આપવાનો પ્રયત્ન કરું છું, જેથી તમારી આસપાસના લોકો પર નિર્ભર ન રહું.
'ગુડિયા હમારી સભી પે ભારી'ની ગુડિયા એટલે કે સારિકા બહરોલિયાએ કહ્યું કે ભારતને સ્વતંત્રતા 1947માં મળી હતી, પરંતુ મને 2020માં મળી છે. કારણ કે સ્વતંત્રતાનો સાચો અર્થ મને આ વર્ષે સમજાય ગયો છે. આત્મનિર્ભર બનવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે, પરંતુ આત્મનિર્ભર બન્યા પછી જીંદગી સુંદર થઇ જાય છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ભારતના સૌથી મોટા મહાનગરોમાંથી એક મુંબઇમાં પોતાના દમ પર રહી શકીશ. પરંતુ હું અહીં છું, દરેક દિવસ પોતાના દમ પર પસાર કરું છું. પોતાનું જમવાનું બનાવું છું, કરિયાણાનો સામાન પણ ખરીદું છું, પોતાના ઘરને સજાવું છું અને બીજા કામ પણ જાતે જ કરી રહી છું. મારા માટે સ્વતંત્રતાની તેનાથી સારી પરિભાષા ન હોય શકે.
'સંતોષી મા સુનાએ વ્રત કથાએ'ની દેવી પોલોમી એટલે કે સારા ખાને કહ્યું કે સ્વતંત્રતાની મારી યાત્રા શરૂ થઇ, જ્યારે મેં 2007માં મિસ ભોપાલનો ખિતાબ જીત્યો. જોકે તે શરૂઆત હતી અને મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો. સ્વતંત્રતાની યાત્રામાં ઘણા પડકારો આવે છે પરંતુ એક પછે એક તેને જીત્યા બાદ જ્યારે તમ બિંદાસ થઇ જાવ અને પછી સ્વંતત્ર પણ. મુંબઇએ મને સ્વતંત્ર થતાં શિખવાડ્યું. આ શહેર અને તેના લોકો પ્રત્યે મારો આભાર! તમામ મુંબઇકરો અને મારા ભોપાલના લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube