Happy Birthday Anil Kapoor એક સમયે ગેરજમાં કામ કરતા હતા અનિલ કપૂર, 66 વર્ષે યુવાનોને શરમાવતા અભિનેતાની જાણો અનોખી વાતો
Happy Birthday: ઉંમરમાં મોટા પણ ફિટનેસમાં યુવાનોને શરમાવે તેવા અભિનેતા એટલે કે અનિલ કપૂર. અનિલ કપૂર 66 વર્ષના થયા છે પણ પરંતુ તેની એક્ટિંગ અને ફિટનેસ જોઈને આજે પણ ન્યુકમર્સ પાણી ભરતા નજરે પડે છે. ત્યારે કેવી છે તેમની સંઘર્ષ ગાથા અને કેવી રીતે 66 વર્ષે પણ છે એકદમ ઝક્કાસ. જાણીએ તેમના વિશેની કેટલીક અજાણી વાતો.
Happy Birthday Anil Kapoor: અનિક કપૂરને આજે કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. આજના યુગમાં પણ સૌથી ફિટ એક્ટરમાંના એક છે અનિલ કપૂર. પરંતુ તેમને આ પ્રતિષ્ઠા ખુબ જ સંઘર્ષ બાદ મળી છે. એક સમયે તેઓ ગેરજમાં કામ કરતા હતા. એટલું જ નહીં પણ ફિલ્મોની ટિકિટ પણ બ્લેક કરી ચૂક્યા છે.
ગેરજમાં જ રહીને વિતાવ્યો હતો સમય
અનિક કપૂરે આજે પોતાની આગવી ઓળખ બનાવી છે. જ્યાં પહોંચું સામાન્ય લોકો માટે ખુબ જ મુશ્કેલ છે. પરંતુ અનિલ કપૂર જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિત સારી નહોંતી. જેથી રૂપિયા કમાવવા માટે તેમણે એક સમયે રાજ કપૂરના ગેરજમાં કામ કરવાની ફરજ પડી હતી. ગેરજમાં કામ કરતા અને ત્યાં જ રહેતા હતા. ત્યારે બાદ તે જ વિસ્તારમાં એક રૂમ ભાડે લઈને લાંબા સમયે સુધી ત્યાં રહ્યા હતા..
જ્યારે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારી એન્ટ્રી
અનિલ કપૂર લીડ એક્ટર તરીકે વર્ષ 1980માં તેલુગુ ફિલ્મ વામસા વૃક્ષમથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આમ તો વર્ષ 1979માં આવેલી ફિલ્મ હમારે-તુમ્હારેમાં અનિલ કપૂર કિમિયો રોલ કરતા નજરે પડ્યા હતા. ત્યારે બાદ 1983માં આવેલી ફિલ્મ વો સાત દિનમાં પહેલા લીડ અભિનેતા તરીકેનો રોલ મળ્યો હતો..પરંતુ વર્ષ 1984માં યશ ચોપડાની ફિલ્મ મશાલથી અનિલ કપૂરને પ્રસિદ્ધિ મળી છે..પરંતુ શેખર કપૂરની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી અનિલ કપૂર રાતો રાત બોલિવુડના સ્ટાર બની ગયા હતા.
તો મિસ્ટર ઈન્ડિયા અમિતાભ બચ્ચનને મળી હોત
વર્ષ 1987માં આવેલી શેખર કપૂરની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં હીરોનો રોલ અદા કરવા પહેલા અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવી હતી. પરંતુ અમિતાભ બચ્ચને આ ફિલ્મ કરવાનો ઈનકાર કરી દિધો હતો. જેથી મિસ્ટર ઈન્ડિયા ફિલ્મ અનિલ કપૂરને મળી હતી. જ્યાંથી અનિલ કપૂરની કિસ્મત બદલાઈ ગઈ. ફિલ્મ એટલી હિટ થઈ કે અનિલ કપૂર રાતો રાત બોલિવુડ જગતના ચમકતા સિતારા બની ગયા. સાથે આજે પણ દર્શકોની અનિલ કપૂરની ફેરવરીટ ફિલ્મમાની એક મિસ્ટર ઈન્ડિયા છે.
કેમ ટપોરીનો રોલ અનિલ કપૂરને પરફેક્ટ સૂટ કરે છે
અનિલ કપૂરે ટીવી શો કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં ખુલાસો કર્યો હતો કે તે ખુબ જ સારી રીતે ટપોરીનો રોલ કરી શકે છે. એના પાછળનું કારણે એ છે કે તેઓ રિયલ લાઈફમાં પણ એક ટપોરી જ હતા. અનિલ કપૂરના કહેવા મુજબ તેઓ અને તેમના મિત્રો બાળપણમાં ટપોરી જેવા જ કામ કરતા હતા. જેમાં તેમણે ફિલ્મની ટિકિટ બ્લેક પણ કરી ચૂક્યા છે.
અનિલ કપૂરની લવ સ્ટોરી પણ ફિલ્મથી કમ નથી
સુપરસ્ટાર અનિલ કપૂરની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મ કહાનીથી કમ નથી. તેમણે પત્ની સુનિતા સાથે 19 મે 1984માં લગ્ન કર્યા હતા. તે સમયે અનિલ કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા. તેમની પાસે રૂપિયા ના હોવાથી તેમનો ખર્ચ પત્ની સુનિતા ઉપાડતી હતી. કહેવાય છે અનિલ કપૂર જ્યારે સુનિતાને મળ્યા ત્યારે પહેલી મુલાકાતમાં જ દિલ આપી બેઠા હતા.ત્યારે તેઓ સ્ટ્રગલ કરતા અભિનેતા હતા અને સુનિતા જાણીતિ મોડલમાની એક હતી.
66 વર્ષે પણ 36 જેવી છે ફિટનેસ
અનિલ કપૂરના લુક્સ, એટીટ્યુડ, સ્ટાઈલ અને ફિટનેસને જોતા તેની ઉંમર 66 નહીં પણ 36ની આસપાસ લાગે છે. તેના માટે તેઓ સૌથી વધુ ચર્ચામાં રહે છે. 43 વર્ષની કારકિર્દી પછી પણ અનિલ કપૂર હજુ પણ પોતાને ફિટ રાખે છે. અનિલ કપૂર સ્વાસ્થ્યને લઈને ખૂબ જ શિસ્તબદ્ધ આહારનું પાલન કરે છે. અનિલ કપૂર ખાંડ અને જંક ફૂડ ખાવાનું ટાળે છે. આ જ કારણ છે કે તે મોડી રાતની બોલિવૂડ પાર્ટીઓમાં દેખાતો નથી.
શું છે અનિલ કપુરની ફિટનેસનું રહસ્ય?
અનિલ કપૂર હજુ પણ એકદમ ફિટ દેખાય છે. અનિલ પોતાની જાતને ફિટ રાખવા માટે તેના આહાર પર ઘણું નિયંત્રણ કરે છે. જેના માટે અનિલ દિવસમાં 5 થી 6 વખત થોડું-થોડું કરીને ખોરાક લે છે. અનિલ કપૂરના ફૂડની વાત કરીએ તો તેમાં શાકભાજી, દાળ, ઓટ્સ, માછલી, બ્રોકોલી, ચિકન અને પ્રોટીન શેક્સનો સમાવેશ થાય છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube