Animal Fame Actor Manjot Singh Video Viral: સાઉથ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા (Sandeep Reddy Vanga) દ્વારા નિર્દેશિત રણબીર કપૂર (Ranbir Kapoor) ની બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ' (Animal) માં જોવા મળેલા મનજોત સિંહ (Manjot Singh) નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે ફેન્સનું દિલ જીતી લીધું. આટલું જ નહીં, ફેન્સ તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે 'તે માત્ર રીલ જ નહીં પરંતુ રિયલ લાઈફ હીરો પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાં ઉડતા વિમાનનો દરવાજો તૂટ્યો તો ડરી ગયા મુસાફરો, Video કેદ થઇ ડરામણી તસવીરો
હાર્યું પાકિસ્તાન અને નિરાશ થઇ ભારતીય ટીમ, 'ખાયા પિયા કુછ નહી, ગ્લાસ તોડા બાર આના'


અભિનેતાએ પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો વર્ષ 2019નો છે, જેમાં અભિનેતા આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલી એક છોકરીને બચાવતો જોવા મળે છે. તેની આસપાસ મોટી ભીડ જોવા મળી રહી છે અને દૂરથી કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે. આ વીડિયો શેર કરતી વખતે મનજોતે કેપ્શનમાં આ ઘટના વિશે પણ જણાવ્યું.


LPG cylinder બુક કરતાં જ મળશે 50 લાખનો વીમો, આ રીતે કરી શકાય છે ક્લેમ
LPG Gas: ગેસના બાટલાની પણ હોય છે એક્સપાયરી ડેટ, આજે જ આ રીતે ચેક કરો સિલિન્ડર


ત્યારે B.Tech નો અભ્યાસ કરતો હતો
વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી યુનિવર્સિટીની બાલ્કનીમાં બેસીને નીચે કૂદવાની કોશિશ કરી રહી છે અને જેવી તે કૂદવા જાય છે, ત્યારે મનજોત હીરોની જેમ આવે છે અને છોકરીનો હાથ પકડીને તેને ઉપર ખેંચે છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો તે સમયનો છે જ્યારે તે શારદા યુનિવર્સિટી, ગ્રેટર નોઈડામાં B.Techનો અભ્યાસ કરી રહ્યો હતો.