નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ગયા વર્ષે 11 ડિસેમ્બરના દિવસે ઇટાલીના ટસકની ખાતે લગ્ન કર્યા હતા. હવે તેમના લગ્નના પહેલી એનિવર્સરીના સેલિબ્રેશન માટે સુપર રોમેન્ટિક વેકેશનનું પ્લાનિંગ કર્યું છે. વિરાટ કોહલી હાલ ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયામાં છે. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈંડિયા ટી-20, ટેસ્ટ અને વન ડે સીરીઝ રમશે. તો બીજી તરફ અનુષ્કા ફિલ્મ ‘ઝીરો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અનુષ્કા 11 ડિસેમ્બરે પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને ઓસ્ટ્રેલિયામાં વિરાટ સાથે રોમેન્ટિક વેકેશન ગાળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીદેવીનું કમોત શાહરૂખને કરાવી દેશે લાખો રૂપિયાનો ફાયદો !


વિરાટ અને અનુષ્કા ઓસ્ટ્રેલિયામાં જ ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે. ‘ઝીરો’ની ટીમને પણ જાણ છે કે ડિસેમ્બરમાં અનુષ્કા એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે થોડા દિવસની રજા લેશે. ટીમ ઈન્ડિયા જ્યારે ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ મેચ રમશે ત્યારે અનુષ્કા ત્યાં હાજર હશે. અનુષ્કા જલ્દી જ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે અને વિરાટ સાથે સમય પસાર કરશે. 


એનિવર્સરી સેલિબ્રેટ કર્યા બાદ અનુષ્કા ફરી ‘ઝીરો’ના પ્રમોશનમાં જોડાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 6થી 10 ડિસેમ્બર સુધી રમાશે. ટીમ ઇન્ડિયાની મેચ 14 ડિસેમ્બરે છે એટલે વિરાટ અને અનુષ્કા 11 ડિસેમ્બરના દિવસે રોમેન્ટિક સમય પસાર કરી શકશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...