ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડના મશહૂર એક્ટર, હૉસ્ટ અને સિંગર અન્નૂ કપૂર ભલે ફિલ્મમાં લીડ રોલમાં નથી દેખાયા પણ તેમનો કોઈ પણ રોલ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દે છે. ફિલ્મ તેજાબમાં અનીલ કપુર સાથે, ઘાયલમાં સન્ની દેઓલ સાથે અન્નુ કપુરે યાદગાર અભિનય કર્યો હતો. આ ઉપરાંત અમિતાભ બચ્ચનની હમ ફિલ્મમાં તે વિલનના રોલમાં દેખાયા હતા. તો હમણાંની ફિલ્મોની વાત કરીએતો, ફિલ્મ જોલી એલએલબીમાં અક્ષયકુમાર સાથે જ્યારે ફિલ્મ ડ્રિમ ગર્લમાં આયુષ્માન ખુરાના સાથે અન્નુ કપૂર જોવા મળ્યાં હતાં. તેમના શાનદાર અભિનયને લોકો ખુબ પસંદ કરે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, ટીવી શોની વાત કરવામાં આવે તો અન્નુ કપૂરનો અંતાક્ષરી શો ખુબ જ સુપરડુપર હિટ રહ્યો હતો. આ ઉપરાંત અન્નૂ કપૂરનો શો સુહાના સફર ઘણો ફેમસ શો હતો. જેમાં તેઓ ફિલ્મી સિતારાઓની જાણી-અજાણી વાતોની કહાનીઓ કહેતા હતા. જોકે, અન્નૂ કપૂરની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. તેમના લગ્નજીવનમાં ઘણા બધા ટ્વીસ્ટ આવ્યા. અન્નૂની પહેલી પત્ની અનુપમા સાથે પહેલા તેમને તલાક લીધા અને થોડા વર્ષો પછી ફરી તેમની સાથે જ બીજા લગ્ન કર્યા. અનુપમા અમેરિકામાં રહેતા અને અન્નૂથી 13 વર્ષ નાના હતા. લગભગ 17 વર્ષ સાથે રહ્યા બાદ અન્નૂ અને અનુપમાના છુટાછેડા થયા હતા.  

પછી એક મ્યૂઝિકલ સો દરમિયાન અન્નૂ કપૂરની મુલાકાત અરુણિતા સાથે થઈ. બંને વચ્ચે નિકટતા વધવા લાગી. પછી આ કપલે લગ્ન કરી લીધા. બંનેને એક પુત્રી પણ થઈ. તે દરમિયાન અન્નૂ કપૂરને કોઈ અન્ય સાથે અફેયર થયું. તે દરમિયાન અન્નૂ કોઈ પણ બહાનું કરીને બેડરૂમમાંથી બહાર નીકળી જતાં હતા. અરુણિતાએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

અરુણિતાને પછી ખબર પડી હતી કે અન્નૂનું જેની સાથે અફયેર હતું તે બીજુ કોઈ નહીં પણ તેમની પહેલી પત્ની અનુપમા હતી. અન્નૂએ અરુણિતાને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. તે બંને હોટેલમાં જોડે રોકાતા હતા. આ વાતની જાણ થતાં અરુણિતાએ અન્નૂ કપૂર સાથે છુટાછેડા લઈ લીધા. વર્ષ 2008માં અન્નૂએ પહેલી પત્ની અનુપમા સાથે ફરી લગ્ન કરી લીધા. આમ અન્નૂની લાઈફ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી કેમ કે, તેમાં એવા એવા ટ્વીસ્ટ આવ્યા છે કે જે સાંભળીને સૌ કોઈને નવાઈ લાગે. 

Ajay Devgan ને ભીડે મારવા લીધો, પિતા અઢીસો ફાઈટર્સ લઈને બચાવવા પહોંચ્યાં! જાણો પછી શું થયું

Taarak Mehta ની Aradhana ના Bikini Photos એ પડાવી દીધી બૂમ! જેઠાલાલ અને ચંપકલાલ બધા પડી ગયા અચંભામાં!

'ઘરવાળા મને ગંદી ફિલ્મોની અભિનેત્રી સમજતા હતા, સગા સમજતા હતા પોર્નસ્ટાર' તમે શું કહેશો?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube