નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યાં છે. આ વચ્ચે ફિલ્મમેકર અનુભવ સિન્હાએ ટ્વીટ કર્યુ છે કે તે બોલીવુડમાંથી રાજીનામુ આપી રહ્યાં છે. તેમના ટ્વીટ પર અલગ-અલગ રિએક્શન આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર લખ્યું- બહુ થયું
અનુભવ સિન્હા 'મુલ્ક', 'આર્ટિકલ 15' અને 'થપ્પડ' જેવી ફિલ્મો બનાવીને પ્રશંસા મેળવી ચુક્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ પોતાના નિવેદનો માટે પણ જાણીતા છે. હવે તેમણે સોશિયલ મીડિયા પર બોલીવુડમાંથી રાજીનામુ આપવાનો મેસેજ લખ્યો છે. તેમણે લખ્યુ- બહુ થઈ ગયું, હવે હું બોલીવુડમાંથી રાજીનામુ આપી રહ્યો છું. હવે તેનો જે મતલબ હોય. તેમણે પોતાની પ્રોફાઇલમાં પણ ફેરફાર કર્યો છે. તેમણે અનુભવ સિન્હાને અનુભવ સિન્હા (બોલીવુડમાંથી નહીં) કરી દીધું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube