અનુપ જલોટાને તેની માંએ પુછ્યું કોણ છે જસલીન? જાણો શું મળ્યો જવાબ
જલોટા જ્યારે બિગબોસ હાઉસમાંથી પોતાના ઘરે માંને મળવા પહોંચ્યા તો માંએ પણ જસલીન અંગે પુછતા તેઓ આશ્ચર્ય ચકીત થઇ ગયા હતા
મુંબઇ : બિગબોસ હાઉસમાંથી ગત્ત રવિવારે ભજન સમ્રાટ અનૂપ જલોટાની હકાલપટ્ટી થઇ હતી. ફેન્સ માટે અનૂપ જલોટાની હકાલપટ્ટી થોડી આધાતજનક હતી. જો કે સૌથી વધારે આ વખતે ચર્ચામાં રહેલી વસ્તુ હોય તો તે જલોટા અને જસલીનની પ્રેમ કહાની. ઘરેથી નિકલ્યા બાદ તેમના સંબંધો અંગે સવાલો કરવામાં આવ્યા. જો કે આ અંગે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ સંબંધ શારીરિક નહી પરંતુ આધ્યાત્મિક હતો. હવે અનૂપ જલોટા પોતાના સંબંધો અંગે કંઇ પણ કહે પરંતુ આ વાતની અસર તેમના પરિવાર પર પણ પડી છે.
અનૂપ જલોટા બિગ બોસનાં ઘરેથી નિકળીને સીધા જ પોતાનાં ઘરે માંને મળવા માટે પહોંચ્યા હતા. 85 વર્ષીય તેમની માંએ અનૂપને મળીને સૌથી પહેલો જે સવાલ પુછ્યો તે હતો કે જસલીન કોણ છે? જલોટાએ એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુંમાં આ અંગે વાત કરી હતી.
માંના આ સવાલના જવાબમાં અનુપ જલોટાએ હાલ તો તે જ રટેલો જવાબ આપ્યો હતો કે આ એક અફવા માત્ર છે. જસલીન માત્ર મારી એક સારી વિદ્યાર્થીની છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસલીન અને જલોટાની એન્ટ્રી વિચિત્ર જોડી તરીકે જ બિગબોસના ઘરમાં થઇ હતી.
જસલીન અંગે જલોટાએ જણાવ્યું કે, અમારો સંબંધ અત્યંત પવિત્ર અને સંગીતમય છે અને મને લાગે છે કે તે પ્રેમથી ઘણો ઉપર છે. ભજપન સમ્રાટે કહ્યું કે, મારો જસલીન સાથે સંબંધ ફિઝિકલ નહી પરંતુ સ્પ્રિચ્યુઅલ છે. જે શો ઉપરાંત અમે એક બીજાના ઘરે ઘણી ઓછી વખત ગયા છીએ. જસલીન મારી વિદ્યાર્થીની છે. જસલીનનાં પિતા મારા ખુબ જ સારા મિત્ર છે અને જસલીન મારી સારી મ્યુઝીક ફ્રેંડ છે.