ખિસ્સામાં 37 રૂપિયા લઈ મુંબઈ પહોંચ્યા હતા આ દિગ્ગજ એક્ટર, 40 વર્ષના કરિયરમાં કરી 540 ફિલ્મો
Actor Filmy Journey: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા એવા સિતારા છે જે વર્ષોથી બોલીવુડમાં છે. તેમણે અનેક ફિલ્મોમાં કામ કરી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે.
Actor Filmy Journey: બોલીવુડમાં કરિયર બનાવવું અને પછી તેમાં પોતાની ધાક જમાવવી દરેકની ક્ષમતાની વાત નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સિતારા છે જે વર્ષોથી બોલીવુડમાં છે. આ સિતારાઓએ પોતાના વર્ષોના કરિયરમાં ન જાણે કેટલીક ફિલ્મોમાં કામ કરી પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. તેમાંથી એક નામ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરનું પણ છે. અનુપમ ખેરે 1984માં રિલીઝ થયેલી ફિલ્મ સારાંશથી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું અને આજ સુધી ફિલ્મોમાં એક્ટિવ છે.
અનુપમ ખેરને ઈન્ડસ્ટ્રીમાં 40 વર્ષ થઈ ગયા છે. એક્ટર છેલ્લે સિરીઝ ધ ફ્રીલાન્સરમાં જોવા મળ્યા હતા અને હવે તે પોતાની આગામી ફિલ્મ 'કુછ ખટ્ટા હો જાએ'ને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે એક્ટરે પોતાના પસાર થયેલા દિવસો અને એક્ટિંગ કરિયર વિશે વાત કરી છે. અનુપમ ખેરે 'કુછ ખટ્ટા હો જાએ' ના ટ્રેલર લોન્ચ દરમિયાન કહ્યું- મેં મારો મહેલ તે પથ્થરોથી બનાવ્યો છે જે લોકો મારા પર ફેંકતા હતા.
37 રૂપિયા ખિસ્સામાં લઈ આવ્યા હતા મુંબઈ
અનુપમ ખેર કહે છે, જ્યાં સુધી તમે જિવનમાં ખટાસનો સ્વાદ નથી ચાખતા, ત્યાં સુધી તમે સાચી ખુશી સમજતા નથી. જો રસ્તા કોઈ બ્રેકર વગરના હોય તો તે જર્ની નથી હોતી. પોતાના ફિલ્મી કરિયર પર વાત કરતા અનુપમે કહ્યું- હું ખુબ ભાગ્યશાળી છું. 1981માં હું આ શહેરમાં 37 રૂપિયા મારા ખિસ્સામાં લઈ આવ્યો હતો અને આજે હું મારી 540મી ફિલ્મ વિશે વાત કરી રહ્યો છું. હું ભગવાન પાસે બીજુ શું માંગી શકું? તેથી હું ખુબ ખુશ છું.
16 ફેબ્રુઆરીએ રિલીઝ થશે કુછ ખટ્ટા હો જાએ
અનુપમ ખેરની અપકમિંગ ફિલ્મ કુછ ખટ્ટા હો જાએનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મ 16 ફેબ્રુઆરીએ રિલીઝ થવા તૈયાર છે. ફિલ્મમાં અનુપમ ખેર એક હલવાઈની ભૂમિકા ભજવવાના છે. આ સિવાય ગુરૂ રંધાવા અને જસપ્રીત ધોરા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.