મુંબઈઃ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અનુપમ ખેરના માતા અને ભાઈ સહિત પરિવારના ચાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુપમે વીડિયોમાં જણાવ્યું કે, કેટલાક દિવસથી તેમના માતા દુલારીની તબીયત ખરાબ હતી. તેમને કેટલાક દિવસથી ભૂખ લાગી રહી નથી. ડોક્ટરોની સલાહ પર તેમણે પોતાના માતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો, જેમાં બધુ યોગ્ય રહ્યું. બાદમાં સીટી સ્કેન કરાવવામાં આવ્યો અને પછી માઇલ્ડ (હળવા) કોરોના પોઝિટિવની પુષ્ટિ થઈ છે. 


બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે


ત્યારબાદ અનુપમ અને તેમના ભાઈ રાજુનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં અનુપમ ખેર નેગેટિવ આવ્યો અને તેમના ભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ રાજૂના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાં અનુપમના ભાભી એટલે કે રાજૂની પત્ની અને ભત્રીજી વૃંદાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જ્યારે ભત્રીજાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube