Casting Couch: અનુપમા સીરીયલથી લોકોના દિલમાં વસી ગયેલી રૂપાલી ગાંગુલી તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે. રૂપાલી ગાંગુલી ની આ ચર્ચા તેણે કરેલા કાસ્ટિંગ કાઉચ સંબંધિત નિવેદનના કારણે છે. તાજેતરમાં અભિનેત્રીએ એક મુલાકાત દરમિયાન કાસ્ટિંગ કાઉચ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે વર્ષો પહેલા તેને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. કાસ્ટિંગ કાઉચના કારણે જ તેને ફિલ્મોમાં આગળ વધવાનું સપનું છોડી દીધું. રૂપાલી ગાંગુલીનું આ નિવેદન ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેણે જ્યારે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી તો તેનું પ્રદર્શન સારું ન હતું પરંતુ તેમ છતાં તેને વિકલ્પ આપવામાં આવ્યો. તે સમયે ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ ખૂબ જ વધારે હતું. અન્ય લોકોની જેમ તેને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો પરંતુ ફિલ્મોમાં આગળ વધવા માટે તેણે આ વિકલ્પને પસંદ ન કર્યો અને ફિલ્મો જ છોડી દીધી. ત્યાર પછી તેને ટીવી સીરીયલ નો વિકલ્પ પસંદ કર્યો. 


આ પણ વાંચો:


નેશનલ એવોર્ડ જીત્યાની ખુશીમાં આલિયા ભટ્ટે આ વસ્તુ પાછળ ખર્ચ કરી દીધા 3.5 કરોડ રૂપિયા


Scam 2003 Part 2: નવેમ્બર મહિનાની આ તારીખે જોવા મળશે ધ તેલગી વેબ સીરીઝનો બીજો પાર્ટ


26 માં 2 જ બ્લોકબસ્ટર ફિલ્મ, 39 ફ્લોપ ફિલ્મ પછી ગદર 2 થી બદલી સની દેઓલની કિસ્મત


રૂપાલી ગાંગુલીએ આગળ જણાવ્યું હતું કે જ્યારે તેણે ફિલ્મો છોડીને ટીવીમાં કામ કરવાનું શરૂ કર્યું તો તેના પરિવારના લોકો જ તેને હિનદ્રષ્ટિથી જોવા લાગ્યા. તેમને લાગતું કે શા માટે તેણે ફિલ્મોમાંથી ટીવીમાં આવી જવાનો વિકલ્પ પસંદ કર્યો. આ વિકલ્પ પસંદ કરવાને લોકો તેની અસફળતા માનવા લાગ્યા પરંતુ કાસ્ટિંગ હાઉસને લઈને તેણે જે નિર્ણય લીધો તેના પર તેને ગર્વ છે. 


રૂપાલી ગાંગુલીએ 1985 માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે સાહેબ ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યાર પછી ટીવી શો સુકન્યાથી તેને ડેબ્યુ કર્યું. રૂપાલીને સફળતા સારાભાઈ વર્સીસ સારાભાઈ સીરીયલથી મળી. ત્યાર પછી કુછ ખટી કુછ મીઠી, કહાની ઘર ઘર કી, બા બહુ ઔર બેબી જેવા શોમાં પણ તેણે કામ કર્યું. જોકે રૂપાલી ગાંગુલી અનુપમા સિરિયલથી સ્ટાર બની ગઈ.