Scam 2003 Part 2: નવેમ્બર મહિનાની આ તારીખે જોવા મળશે ધ તેલગી વેબ સીરીઝનો બીજો પાર્ટ, અત્યાર જુઓ ટ્રેલર
Scam 2003 Part 2: નિર્માતા હંસલ મહેતાની આ સિરીઝ કર્ણાટકના ખાનાપુરમાં જન્મેલા અબ્દુલ કરીમ તેલગીની જિંદગી પર આધારિત છે. જે ફળ વેચવાનું કામ કરતો હતો અને ત્યાર પછી તેણે દેશના સૌથી મોટા સ્ટેમ્પ પેપર કૌભાંડથી ભારત સરકારને હચમચાવી દીધી હતી. અબ્દુલ કરીમ તેલગીના કૌભાંડથી ભારત સરકારને 30 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેલંગીએ પોતાનું સ્કેમ 18 રાજ્યોમાં ફેલાવ્યું હતું.
Trending Photos
Scam 2003 Part 2: ધ તેલગી સ્ટોરીના નિર્માતાએ આ વેબ સીરીઝના બીજા પાર્ટનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ વેબ સિરીઝ નો પહેલો પાર્ટ સફળ રહ્યો હતો. હવે આ સિરીઝનો છેલ્લો અને બીજો પાર્ટ 3 નવેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવશે. આ વેબ સિરીઝ સોની લિવ પર જોવા મળશે.
નિર્માતા હંસલ મહેતાની આ સિરીઝ કર્ણાટકના ખાનાપુરમાં જન્મેલા અબ્દુલ કરીમ તેલગીની જિંદગી પર આધારિત છે. જે ફળ વેચવાનું કામ કરતો હતો અને ત્યાર પછી તેણે દેશના સૌથી મોટા સ્ટેમ્પ પેપર કૌભાંડથી ભારત સરકારને હચમચાવી દીધી હતી. અબ્દુલ કરીમ તેલગીના કૌભાંડથી ભારત સરકારને 30 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેલંગીએ પોતાનું સ્કેમ 18 રાજ્યોમાં ફેલાવ્યું હતું.
આ પણ વાંચો:
હંસલ મહેતાની વેબસિરીઝ સ્કેમ 1992 ની સફળતા પછી દર્શકો સ્કેમ 2003 આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પહેલી વેબસિરીઝ હર્ષદ મહેતાએ શેરબજારમાં કરેલા કૌભાંડ પર આધારિત હતી જેને લોકોએ ખૂબ જ પસંદ પસંદ કરી હતી. ત્યાર પછી તાજેતરમાં જ તેલગીના કૌભાંડ પર આધારિત વેબ સિરીઝને રિલીઝ કરવામાં આવી આ વેબ સિરીઝ બે પાર્ટમાં રિલીઝ કરવામાં આવી રહી છે. પહેલા પાર્ટમાં 5 એપિસોડ જોવા મળ્યા હતા. ત્યાર પછી હવે બીજો પાર્ટ ત્રણ નવેમ્બરે રિલીઝ થશે જેનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
આ વેબ સિરીઝમાં મુખ્યભૂમિકામાં ગગનદેવ રીયાદ જોવા મળી રહ્યા છે જેના કામની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આ વેબ સિરીઝને તુષાર હીરાનંદાનીએ ડિરેક્ટ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે