Anupama - વનરાજનો પ્લાન પ્રથમ દિવસે જ થયો ફેલ, કાવ્યાની આ વાતથી પરેશાન થયો પરિવાર
Anupama Spoiler Alert: અનુપમા-વનરાજની સામે ફરી મુશ્કેલી આવવાની છે. બંને આ વખતે કેવી રીતે તેનો સામનો કરશે તે જોવાનું રસપ્રદ રહેશે.
નવી દિલ્હીઃ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદાલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટારર ફેમસ ટીવી સીરિયલ અનુપમા (Anupama) માં એક સાથે ઘણા ટ્વિસ્ટ આવવાના છે. અનુપમા-વનરાજની સામે મુશ્કેલીનો પહાડ ફરી ઉભો થવાનો છે. તો કાવ્યાના ટોણા ફરી વધવાના છે. તેનાથી શાહ પરિવાર પરેશાન જોવા મળશે. તો વનરાજની હિંમત પણ તૂટવા લાગશે. તેવામાં અનુપમા સામે એક નવો પડકાર હશે.
પ્રથમ દિવસે થશે નુકસાન
તમે જોયું કે વનરાજ (Sudhanshu Pandey) ના કાફે અને અનુપમાની એકેડમીનું ગ્રાન્ડ ઓપનિંગ થઈ ચુક્યુ છે. કાફે અને એકેડમી શાહ પરિવાર માટે નવી આશા લઈને આવ્યા છે. મોટા ધમાકેદાર અંદાજમાં ઓપનિંગ કરવામાં આવ્યું. બા-બાપુજી અને બાળકો ઉત્સાહમાં જોવા મળ્યા. આમ છતાં શાહ પરિવારને મોટો ઝટકો લાગવાનો છે. ઓપનિંગ બાદ પ્રથમ દિવસે એકપણ ગ્રાહક આવશે નહીં. બિઝનેસમાં મંદી રહેશે. આમ થવાને કારણે પ્રથમ દિવસે નુકસાન થશે.
આ પણ વાંચોઃ Taarak Mehta ની સાળીઓનું ફિગર જોઈને પોપટલાલ થઈ ગયા પાણી-પાણી, તરત બનાવી દીધો પૈણવાનો પ્લાન!
કાવ્યાની વાત સાચી પડશે
આ વચ્ચે સતત કાવ્યા અનુપમા અને વનરાજને ટોણા મારતી રહેશે. કાવ્યાની વાતોથી શાહ પરિવાર પરેશાન રહ્યો છે. તેવામાં એક પણ ગ્રાહક ન આવવાની કાવ્યાની વાત સાચી પડશે. તેમ લાગશે કે કાવ્યા જે પણ બોલી તે સાચુ પડવા લાગ્યું છે. કાવ્યા ક્યારેક કાફેમાં કમી કાઢશે તો ક્યારેક અનુપમાના આઇડિયામાં. આ વાતથી વનરાજ ડરી જશે.
કોઈ ગ્રાહક નહીં આવે
લીલા કા કાફેમાં એકપણ ગ્રાહક ન આવવાને કારણે પ્રેશર અનુપમા પર આવી રહ્યું છે અને તે આત્મવિશ્વાસ ગુમાવી રહી છે. આખરે વનરાજને કાફે શરૂ કરવાનો આઇડિયો અનુપમાએ આપ્યો હતો. પ્રથમ દિવસે નુકસાનને કારણે વનરાજ અને અનુપમાનો સંબંધ તૂટતો જોવા મળશે. હવે બંને આમાંથી કઈ રીતે બહાર આવશે તે જોવું રસપ્રદ રહેશે. સાથે તે પણ જોવાનું રહેશે કે કાવ્યા આ વાતનો અનુપમાને કઈ રીતે જવાબ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube