Taarak Mehta ની સાળીઓનું ફિગર જોઈને પોપટલાલ થઈ ગયા પાણી-પાણી, તરત બનાવી દીધો પૈણવાનો પ્લાન!
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘર ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો અનેક વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે.
નવી દિલ્લી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘર ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો અનેક વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. ચાહકો તેમની પર્સનલ લાઈફ વિશે જાણવા માંગે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લાંબી સ્ટાર કાસ્ટ છે. શોમાં અનેક નાના કિરદારો પણ જોવા મળ્યા છે, જેણે લોકોના દિલ જીતી લીધા છે. આવા જ બે કિરદાર રહ્યા છે તારક મહેતાની સાળીઓના. શોમા બે અલગ-અલગ એપિસોડ્સમાં તારક મહેતાની બે સાળીઓ નજર આવી ચુકી છે. આજે અમે તમને એ બે વિશે જણાવીશું. બંને રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.
આસમા સિદ્દીકી (Asma Siddiqui) અને માહિરા શર્મા બંને જ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. બંનેના અનેક ફોલોઅર્સ છે, જે આ તસવીરો પર પ્રેમ વ્યક્ત કરતા રહે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં બે વાર અલગ-અલગ એપિસોડ્સમાં તારક મહેતાની સાળીઓને બતાવવામાં આવી હતી. સગી સાળીના કિરદારમાં આસમા સિદ્દીકી (Asma Siddiqui) નજર આવી હતી. તો તારકની પત્ની અંજલિની કઝિનના કિરદારમાં માહિરા શર્મા (Mahira Sharma) નજર આવી.
આસમા સિદ્દીકી (Asma Siddiqui) ના કિરદારનું નામ કોયલ હતું. તો માહિરા શર્મા (Mahira Sharma) ના કિરદારનું નામ એકતા હતું. બંનેની ખૂબસુરતી જોઈને પોપટલાલ દિવાના થઈ ગયા હતા અને લગ્નનું પ્લાનિંગ પણ કરી લીધું હતું. કોયલ સાથે જો પોપટલાલે લગ્નની પણ વાત કરી હતી જેને કોયલે મજાકમાં લીધી હતી.
આસમા સિદ્દીકી (Asma Siddiqui) અને માહિરા શર્મા (Mahira Sharma) પોતાના કરિયરની શરૂઆતના દિવસોમાં તારક મહેતામાં જોવા મળ્યા હતા. આ સમયે બંને ખૂબ જ અલગ દેખતા હતા. જૂની અને અત્યારની તસવીરોમાં તમને અનેક ફેરફાર જોવા મળશે. જૂની તસવીરો અને હાલની તસવીરોમાં ખૂબ જ ચેન્જ જોવા મળશે. હવે તો એકવારમાં બંને ઓળખાય તેમ પણ નથી.
આસમા સિદ્દિકી (Asma Siddiqui) જયાં શોમાં કોયલના કિરદારમાં એક મજાકિયા છોકરી બની હતી તો ત્યાં જ માહિરા શર્માનો કિરદાર થોડો અલગ હતો. એકતાના કિરદારમાં માહિરા નજર આવી હતી. જેમાં તે પોતાના લગ્નના શોપિંગમ માટે મુંબઈ આવી હતી, જે દરેક સમયે પોતાના મંગેતર સાથે ફોનમાં ચોંટેલી રહેતી હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) બાદ માહિરા શર્મા (Mahira Sharma) અનેક ડેઈલી સોપ્સનો ભાગ રહી. નાગિનથી તેને પ્રસિદ્ધી મળી. જે બાદ તે બિગ બૉસ 13માં નજર આવી. બીબી હાઉસમાંથી બહાર આવ્યા બાદ તેણે પારસ છાબડા સાથે અનેક મ્યુઝિક વીડિયો પણ કર્યા. તો તે પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય છે.
આસમા સિદ્દીકી (Asma Siddiqui) એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) બાદ ખુદને પુરી રીતે બદલી નાખી છે. દેખાવથી લઈને સ્ટાલના મામલામાં તેનો અલગ જ અંદાજ જોવા મળે છે. આસમાએ જીમમાં પસીનો વહાવાને સ્લિમ બૉડી બનાવી છે. આસમાનું કહેવું છે કે શરીર પર મહેનત કરીને મનચાહી બૉડી બનાવી શકાય છે.
Trending Photos