નવી દિલ્હીઃ ટીવી સીરિયલ 'અનુપમા'(Anupama)માં લીડ એક્ટ્રેસની ભૂમિકા લોકોને પસંદ છે, પરંતુ શોમાં છોટી અનુપમાના નામથી જાણીતી બનેલી નિધિ શાહ સુંદરતામાં કોઈથી ઓછી નથી. ટીવી શો 'અનુપમા' લોકોની ફેવરિટ સીરિયલ છે. લોકોને તેની સ્ટોરી એટલી પસંદ છે કે દર્શકો તેનો એક પણ એપિસોડ મિસ કરવા માંગતા નથી અને આ જ કારણ છે કે આ શો TRPની યાદીમાં નંબર વન પર રહે છે. આ શોમાં અનુપમાની વહુ કિંજલને છોટી અનુપમા પણ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે એકદમ ગ્લેમરસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિધિનો બોલ્ડ અવતાર-
'અનુપમા'માં રૂપાલી ગાંગુલી મુખ્ય પાત્ર ભજવી રહી છે, પરંતુ તેની સાથે બાકીના પાત્રો ભજવી રહેલા કલાકારોને પણ લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. અનુપમાની વહુ કિંજલ એટલે કે નિધિ શાહ પણ આ શોમાંથી લોકોની ફેવરિટ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે પડદા પર સાદગીથી રહેતી કિંજલ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. નિધિ શાહ અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.


 


 



 


કિંજલની કાતિલ અદા પર તમે પણ મોહી જશો-
સિરિયલ 'અનુપમા'માં અભિનેત્રી નિધિ શાહને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, જે અનુપમાની વહુ કિંજલના રોલમાં છે. તે દરરોજ તેના નવા લુક બતાવીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરતી રહે છે. નિધિ શાહે થોડા સમય પહેલા એક તસવીર શેર કરી હતી જે ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. અનુપમાની વહુ કિંજલની આ સ્ટાઇલ નિધિના ફેન્સને પસંદ આવી રહી છે. અભિનેત્રીનો આવો ગ્લેમરસ અવતાર પહેલીવાર જોવા મળ્યો છે.


બાથરૂમમાં પલળેલા પાલવ સાથેના ફોટા-
બાથરૂમમાં સાવર નીચે ઊભેલી નિધિ (Nidhi Shah) ના ફોટા સામે આવ્યા છે. તે શાવર નીચે ઊભી રહી સ્નાન કરી રહી છે. નિધિ ઉપરથી નીચે સુધી પાણીથી પલળેલી છે. તેણે માત્ર બ્લેક બ્રાલેટ પહેર્યું છે. અભિનેત્રીએ શાનદાર એક્સપ્રેસન સાથે પોતાની તસવીર ક્લિક કરાવી છે. અને નિધિનો આ અંદાજ લોકોને ગાયલ કરી રહ્યો છે. અગાઉ પણ અનેક વખત નિધિએ પોતાના બોલ્ડ અવતારથી ફેન્સને ચોંકાવ્યા છે.  


પતિ સાથે ઝઘડો, સાસુ આવ્યા સપોટમાં-
કિંજલ એટલે કે નિધિ શાહનો આજકાલ 'અનુપમા'માં એક ખૂબ જ મહત્વપૂર્ણ ટ્રેક ચાલી રહ્યો છે. તે તેની સાસુ અનુપમાને સપોર્ટ કરતી જોવા મળે છે. આટલું જ નહીં કિંજલને તેના પતિ એટલે કે પરિતોષ સાથે સતત ઝઘડો થતો રહે છે અને હવે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે.