Anupamaa Spoiler Alert: અત્યાર સુધી તમે ટીવી શો 'અનુપમા'માં જોયું હશે કે અનુપમા કાપડિયા હાઉસ છોડીને શાહ પરિવારમાં તેના મોટા પુત્ર પરિતોષ માટે આવે છે. બાની વિનંતી પર, અનુજ ગુસ્સે થઈ અનુપમાને શાહ પરિવાર પાસે મોકલવા માટે હા કહે છે અને અનુપમા પણ તેના હૃદય પર પથ્થર રાખીને જતી રહે છે. આજના એપિસોડમાં જોવા મળશે કે અનુપમા શાહ પરિવારમાં પ્રવેશતાની સાથે જ બધાની સામે સ્પષ્ટ કરી દે છે કે તે પોતાની મરજીથી આવી છે, પરંતુ થોડા સમય માટે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુપમાના આગમનથી શાહ પરિવારમાં ખુશીઓ ફરી વળી


અનુપમાના આવતા જ શાહ પરિવારમાં ખુશીનો માહોલ છે. આખો શાહ પરિવાર આનંદથી ઉછળે છે, નાચે છે અને ગાય છે. જો કે, એક તરફ અનુપમાના આગમનથી શાહ પરિવારમાં ખુશીનો માહોલ છે, ત્યાં કાપડિયા હાઉસમાં અનુજ ગુસ્સે ભરાયેલ છે. જ્યારે બાપુજી તેમને બોલાવે છે અને મનમાં રાખવાને બદલે તેમની વાત કહેવાનુ કહે છે, ત્યારે અનુજ રડી પડે છે. તે કહે છે કે તે ચોક્કસપણે તેની વાત કહેશે.


આ પણ વાંચો:
ભોલેનાથના આ મંદિરોની મુલાકાત નથી લીધી તો તમે શિવના નથી સાચા ભક્ત
કચ્છમાં હાથ લાગ્યું પૃથ્વી પરનું દુર્લભ તત્વ! કેન્સરના દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ
બળાત્કારી આસારામ ગુજરાતમાં હજુ પણ ભગવાન, શાળામાં નાના બાળકોના હાથે ઉતારાઈ આરતી


માયાની સચ્ચાઇથી વાકેફ છે બરખા


બીજી તરફ અનુપમાના ગયા પછી માયાએ પોતાનું મિશન શરૂ કરી દીધું છે. તે નાની અનુ અને અનુજને ઈમ્પ્રેસ કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે. અને પ્રયાસ ગણાવી પણ રહી છે, જેથી લોકો તેની પ્રશંસા કરે. અનુપમાની ભાભી બરખાને માયાના કાવતરાની પહેલેથી જ ભનક હતી. તે માયા સાથે દલીલ કરે છે અને કહે છે કે તે જાણે છે કે નાની અનુ સિવાય અનુજ અને આખા કાપડિયા ઘરને પણ મેળવવા માંગે છે.



અનુપમા પાસેથી વખાણ ઈચ્છે છે માયા 


માયા ડંકાની ચોટ પર  કહે છે કે તેણે કાપડિયા પરિવાર માટે ઘણું કર્યું, પરંતુ અનુપમાના આવતા જ બધા તેના વખાણ કરવા લાગ્યા. તે પણ અનુપમાની જેમ વખાણને પાત્ર છે. માયા તેના શબ્દો કહીને જતી રહે છે. બરખા મનમાં વિચારે છે કે માયા બહુ ચાલાક છે. ખબર નહીં આટલી સીધી અનુપમા તેનો સામનો કેમ કરશે. અનુપમા તેના પતિ અનુજને પણ ફોન કરે છે, પરંતુ અનુજે પોતે વ્યસ્ત હોવાનું કહીને કોલ ડિસ્કનેક્ટ કરી નાખે છે.


શુ માયાના મુખમાંથી સત્ય નીકળી જશે!


આવતીકાલના એપિસોડમાં જોવા મળશે કે અનુપમા બા સહિત સમગ્ર શાહ પરિવારને અરીસો બતાવીને કાપડિયાના ઘરમાં પ્રવેશવા તૈયાર થાય છે. બીજી તરફ, માયાએ નાની અનુ માટે કેક બનાવી અને અનુજ આ વાતથી ઈમ્પરેસ થઈ જાય છે અને કહે છે કે તે નાની અનુ માટે ઘણું કરી રહી છે. આ પછી દરેક વાતચીતમાં માયાના મોંમાંથી એ જ નીકળે છે કે ‘છોટી અનુ આપણી દીકરી છે’. આ સાંભળીને અનુજના પગ નીચેથી જમીન સરકી જાય છે.  હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે અનુજ આના પર શું કહે છે અથવા માયા આને કેવી રીતે ઉલટાવે છે.


આ પણ વાંચો:
MBBSમાં પ્રવેશ અપાવવાનું આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ, મોડસ ઓપરેન્ડી જાણી ગોથે ચઢશો!
રાશિફળ 18 ફેબ્રુઆરી: આજે મહાશિવરાત્રી, આ રાશિના જાતકો પર ભોલેનાથની અપાર કૃપા રહેશે
એક એવું શિવ મંદિર જ્યાં શિવરાત્રીએ શિવ નહીં પણ થાય છે શક્તિની પુજા, રાજવી પરીવાર...'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube