Anupamaa: વનરાજ કાવ્યાને પાઠ ભણાવશે, વરરાજા બની મંડપમાં પહોંચશે સુધાંશુ પાંડે અને...
પ્રખ્યાત ટીવી શો `અનુપમા`માં (Anupamaa) આ દિવસોમાં એક પછી એક ઘણા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. અનુપમા અને વનરાજ (Anupama And Vanraj) છૂટા થયા છે અને આ જુદાઈનો લાભ કાવ્યા ઉઠાવી રહી છે
નવી દિલ્હી: પ્રખ્યાત ટીવી શો 'અનુપમા'માં (Anupamaa) આ દિવસોમાં એક પછી એક ઘણા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. અનુપમા અને વનરાજ (Anupama And Vanraj) છૂટા થયા છે અને આ જુદાઈનો લાભ કાવ્યા ઉઠાવી રહી છે.
અનુપમાને ટોન્ટ મારશે કાવ્યા
સીરીયલ 'અનુપમા'માં (Anupamaa) તમે અત્યાર સુધી જોયું હશે, મહેંદીની વિધિઓ વચ્ચે રાખી ધમાકેદાર એન્ટ્રી મારી રહી છે. રાખી કાવ્યાને ગિફ્ટમાં બ્રેસલેટ આપે છે. આ સાથે રાખી પણ કાવ્યાનું અપમાન કરે છે. જબરદસ્ત નાટક વચ્ચે, કાવ્યા તેના હાથ પર વનરાજના નામની મહેંદી લગાવે છે. આ સમય દરમિયાન, કાવ્યા અનુપમાને જોરશોરથી ટોન્ટ મારે છે. આવી સ્થિતિમાં અનુપમા કાવ્યાને સારો પાઠ ભણાવશે.
આ પણ વાંચો:- AMITABH BACHHAN બનશે SUNNY LEONE ના પાડોશી! આટલી ઉંમરે વળી Big B ને આ શું સુજ્યું?
લગ્ન કરવા નથી માંગતો વનરાજ
કાવ્યાનું વલણ પણ તેના પર ખૂબ ભારે થઈ રહ્યું છે. લગ્નના મંડપમાં વનરાજ કંઇક એવું કરવા જઇ રહ્યો છે કે કાવ્યાના હોશ ઉડી જશે. રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) અને સુધાંશુ પાંડેના (Sudhanshu Pandey) શોમાં આગળ જોશો, જે બા નિરાશા સાથે કાવ્યાના લગ્નની વિધિમાં ભાગ લેશે. બીજી તરફ વનરાજ આ લગ્નને લઈને ખૂબ જ નારાજ દેખાશે.
આ પણ વાંચો:- Taarak Mehta: ટપ્પૂ અને જેઠાલાલ વચ્ચે મોટો પંગો, Dilip Joshi એ ભર્યું મોટું પગલું
દુલ્હો બનશે વનરાજ
વનરાજ (Vanraj) તેના બાબુજીને આ સમસ્યા વિશે જણાવે છે. વનરાજ કહેશે કે તે કાવ્યાની સાથે લગ્ન નહીં કરવા ઇચ્છતો. વનરાજ આ વાત પણ સારી રીતે જાણે છે કે, કાવ્યા તેનો પીછો એટલી સરળતાથી છોડવાની નથી. આ વાત સમજી વિચારી વનરાજની ઉંઘ ઉડી જશે. બીજા દિવસથી મંડપમાં વનરાજ દુલ્હો બનીને પહોંચશે.
આ પણ વાંચો:- સુશાંત કેસમાં મોટા અપડેટ, મોત પહેલાની અંતિમ પળોમાં શું થયું હતું તે રહસ્ય પરથી પડદો ઉચકાશે!
વનરાજનો લગ્ન કરવાથી ઇનકાર
ધાર્મિક વિધિઓ દરમિયાન વનરાજ કાવ્યા (Vanraj Kavya Wedding) સાથે લગ્ન કરવાનો ઇનકાર કરશે. આ સાંભળીને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી જશે. આવી સ્થિતિમાં કાવ્યા વનરાજને કેવી રીતે લગ્ન માટે રાજી કરશે તે જોવું રસપ્રદ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube