Taarak Mehta ka Ooltah Chashmah: રિયલ લાઈફમાં ટપ્પૂ અને જેઠાલાલ વચ્ચે મોટો પંગો, Dilip Joshi એ ભર્યું મોટું પગલું

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Taarak Mehta ka Ooltah Chashmah) પાત્રો લોકોના જીવનમાં એટલું ભળી ગયા છે કે લાગે છે કે, તેઓ રિયલ લાઈફમાં પણ એકબીજા સાથે આ રીતે જ જીવતા હશે જે રીતે સ્ક્રીન પર જોવા મળે છે

Taarak Mehta ka Ooltah Chashmah: રિયલ લાઈફમાં ટપ્પૂ અને જેઠાલાલ વચ્ચે મોટો પંગો, Dilip Joshi એ ભર્યું મોટું પગલું

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Taarak Mehta ka Ooltah Chashmah) પાત્રો લોકોના જીવનમાં એટલું ભળી ગયા છે કે લાગે છે કે, તેઓ રિયલ લાઈફમાં પણ એકબીજા સાથે આ રીતે જ જીવતા હશે જે રીતે સ્ક્રીન પર જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં આ કલાકારોની વચ્ચે પણ ગઝડા અને મનમોટાવ થઈ જાય છે. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે, ટપ્પૂ એટલે કે રાજ અનદકત (Raj Anadkat) અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) વચ્ચે કંઈક મોટો પંગો થઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર કર્યો અનફોલો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak Mehta ka Ooltah Chashmah) પિતા અને પુત્ર એટલે કે ટપ્પૂ (Tappu) અને જેઠાલાલ (Jethalal) વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળે છે. બંનની આ કોમિક કેમિસ્ટ્રીના કારણે શોના દર્શકો તેમને સાથે જોવા પસંદ કરે છે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે, જેઠાલાલા ઓન સ્ક્રીન પુત્ર ટપ્પૂથી નારાજ છે. આ કારણથી તેમણે ઇન્સ્ટાગ્રામ પર ટપ્પૂ એટલે કે, રાજ અનદકતને (Raj Anadkat) અનફોલો પણ કર્યો છે.

કેમ ગુસ્સે છે દિલીપ જોશી
સમાચારોનું માનીએ તો ટપ્પૂ અને જેઠાલાલ ઓન સ્ક્રીન જોડી ભલે જોરદાર હોય પરંતુ ઓફ સ્ક્રીન બંને વચ્ચે કંઈ સારૂ નથી. રિપોર્ટ્સનું માનીએ તો સીનિયર એક્ટર હોવા છતાં પણ દિલીપ જોશી હમેશાં સમય પર સેટ પર પહોંચી જાય છે, ત્યારે રાજને ઘણી વખત કહેવામાં આવ્યું હોવા છતાં સેટ પર મોડો આવે છે. લાંબા સમય સુધી આ સિલસિલો ચાલુ રહ્યો અને દિલિપ જોશીને શૂટિંગ માટે રાજની રાહ જોવી પડે છે. આ કારણ છે કે, દિલીપ જોશી ગુસ્સે થઈ ગયા અને રાજને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો છે.

પહેલા પણ આવ્યા છે આવા સમાચાર
તમને જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો વચ્ચે તણાવના સમાચાર આવ્યા હોય. આ અગાઉ શોની મહિલા કલાકારની વચ્ચે પરસ્પર નફરતની માહિતી પણ સામે આવી હતી. આ ઉપરાંત દિલીપ જોશી અને શૈલેશ લોઢા વચ્ચે પણ વિવાદની ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ શૈલેશે આ વાતને માત્ર અફવા ગણાવી હતી અને કહ્યું હું કે, તે બંને ઘણા સારા મિત્રો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news