કોર્ટમાં ધ્રૂજતા હાથે વનરાજે કાગળ પર કરી સહી, અનુપમાએ પાછી આપી મોટી નિશાની
ટીવી સીરિયલ `અનુપમા`માં (Anupamaa) દરરોજ કંઇક નવુ જોવા મળે છે? અનુપમા અને વનરાજ (Vanraj) કાયમ માટે દૂર થવાના છે. આ વખતે આ નિર્ણય બીજા કોઈનો નહીં પણ અનુપમા પોતે જ લેવાની છે
નવી દિલ્હી: ટીવી સીરિયલ 'અનુપમા'માં (Anupamaa) દરરોજ કંઇક નવુ જોવા મળે છે? અનુપમા અને વનરાજ (Vanraj) કાયમ માટે દૂર થવાના છે. આ વખતે આ નિર્ણય બીજા કોઈનો નહીં પણ અનુપમા પોતે જ લેવાની છે. બંને જલ્દીથી છૂટાછેડા લઈ લેશે અને વનરાજ અનુપમાથી કાયમ માટે અલગ થઈ જશે. તેનો પ્રોમો પણ સામે આવ્યો છે, જેમાં બંને એકબીજાથી દૂર જતા જોવા મળી રહ્યા છે.
બંનેએ છૂટાછેડાના કાગળો પર કરી સહી
પ્રોમોની શરૂઆતમાં, બંને કોર્ટની બહાર ઉભા જોવા મળે છે. ત્યારબાદ બંને જજ સામે બેઠા જોવા મળે છે. છૂટાછેડાના કાગળો પર હસ્તાક્ષર કરતી વખતે વનરાજના (Vanraj) હાથમાંથી પેન નીચે પડી જાય છે. અનુપમા (Anupamaa) નીચેથી પેન ઉપાડે છે અને કાગળો પર સહી કરે છે અને હિંમત સાથે વનરાજને પેન આપે છે. ધ્રૂજતા હાથથી વનરાજ કાગળો પર પણ સહી કરે છે અને અનુપમાને નમ આંખોથી જુએ છે.
આ પણ વાંચો:- Radhe ફિલ્મ અંગે સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, સુશાંતના નામનો કર્યો ઉલ્લેખ
અનુપમા પરત આપે છે મંગલસૂત્ર
અનુપમા (Anupamaa) અને વનરાજ (Vanraj) છૂટાછેડા પછી કોર્ટની બહાર આવે છે. વનરાજ અનુપમાને જવા દેવા માંગતો નથી, પરંતુ અનુપમા હિંમતભેર વનરાજનો સામનો કરે છે અને તેને તેનું મંગળસૂત્ર આપે છે. તે એમ પણ કહે છે કે જ્યાં સુધી સંબંધ હતો ત્યાં સુધી તે મંગળસૂત્ર હતું, હવે તે નથી, તો પછી તે સામાન્ય દોર છે. અનુપમાનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલીએ (Rupali Ganguly) આ પ્રોમો વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો:- શ્વેતાએ અભિનવ કોહલીનો એક હચમચાવી નાખે તેવો Video શેર કર્યો, ડિલિટ કરે તે પહેલા જોઈ લો
રૂપાલી ગાંગુલીએ આપ્યું હતું આવું કેપ્શન
રૂપાલી ગાંગુલીએ (Rupali Ganguly) આ વાતને શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, 'હું રસ્તાની પાછળ પાછળ નહીં ચાલુ. હું ત્યાં ચાલીશ જ્યાં રસ્તો નથી અને પાછળ પોતાના પગના નિશાન છોડતી જઈશ. અનુપમાની નવી યાત્રાની શરૂઆત. છૂટાછેડા- એક પ્રકરણનો અંત અને સંભવત કોઈ નવા કિસ્સાની શરૂઆત… વાસ્તવિક સફર ત્યારે શરૂ થાય છે જ્યારે તમને લાગે કે જીવન સમાપ્ત થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube