Radhe ફિલ્મ અંગે સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, સુશાંતના નામનો કર્યો ઉલ્લેખ

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની (Salman Khan) આગામી ફિલ્મ રાધેને (Radhe) લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ઘણા ગીતો પણ રિલીઝ થયા છે

Radhe ફિલ્મ અંગે સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, સુશાંતના નામનો કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની (Salman Khan) આગામી ફિલ્મ રાધેને (Radhe) લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ઘણા ગીતો પણ રિલીઝ થયા છે. આ ફિલ્મ ઇદના અવસરે 13 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ (CBFC) તરફથી ગયા મહિને કટ વિના યુ/એ પ્રમાણપત્ર (U/A certificate) મળ્યો હતો. સેન્સરમાંથી કાપ લીધા વિના પસાર થવા છતાં, સલમાન ખાને જાતે જ તેમના વતી ફિલ્મના દ્રશ્યો અને સંવાદોમાં કુલ 21 કાપ મૂક્યા છે. ખરેખર, ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો હતા જ્યાં એક છોકરાને ડ્રગ્સ લેતો બતાવવામાં આવ્યો છે.

સલમાને કહી આ વાત
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાને (Salman Khan) કહ્યું, રાધેનું શૂટિંગ સુંશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં એનસીબીની (NCB) તપાસ પહેલા જ પૂર્ણ થયું હતું. આ લાંબા સમયથી એક સમસ્યા રહી છે. મહારાષ્ટ્રમાં ડ્રગ્સની તપાસ શરૂ થતા પહેલા જ અમે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, પરંતુ હેવ આ પ્રાસંગિક થઈ ગયું છે. હું હમેશા ડ્રગ્સની વિરૂદ્ધ રહ્યો છું. અહીં લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. મારા પણ ભત્રીજાઓ છે જ ખૂબ નાના છે અને પ્રભાવિત થઈ શકે છે. વધુમાં તેણે કહ્યું જેવા તમે તેને લેવાનું શરૂ કરો છો તમારા શરીરને તેની આદત પડી જાય છે. જેના કારણે તમારે દસ ગણા મજબૂત થવું પડશે, પરંતુ ડ્રગ્સ લેતા લોકોમાંથી મોટાભાગના એટલા મજબૂત નથી હોતા કે તેઓ ડ્રગ્સ લેવાની ઇચ્છા પર કાબૂ રાખી શકે. પરિવારના લોકો સમસ્યામાંથી પસાર થાય છે. ભાઈ-બહેન સમસ્યામાંથી પસાર થયા છે. તેથી જ આપણે રાધેમાં આ વિષયને સ્પર્શ્યો છે.

એનસીબીએ તપાસ કરી
ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, એનસીબીએ (NCB) ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગના વ્યવહારો અંગે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone), અર્જુન રામપાલ (Arjun Rampal), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને સારા અલી ખાન (Sara Ali Khan) સહિત કેટલાય બોલિવૂડ સ્ટાર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

આ કલાકારો ફિલ્મમાં જોવા મળશે
તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસને કારણે આ ફિલ્મ સલમાન ખાનની પહેલી હશે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે દિશા પટાણી (Disha Patani), રણદીપ હૂડા (Randeep Hooda) અને જેકી શ્રોફ (Jakie shroff) મુખ્ય ભૂમિકામાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news