દીકરી હોવાનો દાવો કરનાર મહિલાને અનુરાધા પૌંડવાલે બરાબરનું ચોપડાવી દીધું
80ના દાયકાની ફેમસ ગાયિકા અનુરાધા પૌંડવાલા (Anuradha paudwal) હાલ ચર્ચામાં આવ્યા છે. કોઈ ગીતને લઈને નહિ, પરંતુ એક મહિલાને કારણે.... જે કહી રહી છે કે તે તેમની દીકરી છે. તિરુવનંતપુરમ (કેરળ)ની રહેનારી 45 વર્ષની કરમાલા મોડેક્સે (karmala modex) સિંગર અનુરાધા પૌંડવાલાને પોતાની માતા બતાવી છે. કરમાલાએ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કરીને અનુરાધા પાસેથી 50 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું છે.
અમદાવાદ :80ના દાયકાની ફેમસ ગાયિકા અનુરાધા પૌંડવાલા (Anuradha paudwal) હાલ ચર્ચામાં આવ્યા છે. કોઈ ગીતને લઈને નહિ, પરંતુ એક મહિલાને કારણે.... જે કહી રહી છે કે તે તેમની દીકરી છે. તિરુવનંતપુરમ (કેરળ)ની રહેનારી 45 વર્ષની કરમાલા મોડેક્સે (karmala modex) સિંગર અનુરાધા પૌંડવાલાને પોતાની માતા બતાવી છે. કરમાલાએ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કરીને અનુરાધા પાસેથી 50 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું છે.
એક વાર જે આ Video જોઈ લે, તે ઝીવા ધોનીના વખાણ કરતા થાકતા નથી... ચબરાક છે ધોનીની દીકરી
આ મામલા પર અનુરાધા પૌંડવાલ તરફથી પ્રતિક્રીયા આવી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના વાહિયાત સ્ટેટમેન્ટનો જવાબ હું આપવા નથી માંગતી. તે મારી મર્યાદાની વિરુદ્ધ છે. સાથે જ અનુરાધાના પ્રવક્તાનું કહેવુ છે કે, આ મહિલા સાયકો છે. 1974માં તેમની દીકરી કવિતાનો જન્મ થયો હતો. આવામાં કરમાલા ક્યાંથી આવી. અનુરાધાના પતિનો ઉલ્લેખ કરનાર આ યુવતીને એમ પણ ખબર નથી કે, અનુરાધાના પતિ આ દુનિયામાં નથી. જો તે અનુરાધાની દીકરી છે, તો તેણે અનુરાધાને રૂપિયા આપવા જોઈએ, તેના બદલે તો તેણે જ 50 કરોડની માંગ કરી છે.
ત્રીજું વિશ્વયુદ્ધ થશે કે તબાહી નોતરશે? અંબાલાલ પટેલે અમેરિકાના ગ્રહો વિશે કરી મોટી આગાહી
કરમાલાનું કહેવુ છે કે, અંદાજે 5 વર્ષ પહેલા મારા પિતાએ મરતા પહેલા મને આ સત્ય જણાવ્યું હતું કે, તેની રિયલ માતા અનુરાધા પૌંડવાલ છે. હું ત્યારે 4 દિવસની હતી, ત્યારે મને મારા પાલક માતા-પિતાને સોંપી દેવાઈ હતી. મારા પિલક પિતા આર્મીમાં હતા, અને અનુરાધા પૌંડવાલના મિત્ર હતા. બાદમાં તેમનુ ટ્રાન્સફર મુંબઈમાં થયું હતં. અનુરાધાએ આવું એટલા માટે કર્યું કે, તે પોતાના સિંગિંગ કરિયરમાં વ્યસ્ત હતી, તે મારી જવાબદારી ઉઠાવવા માંગતી ન હતી.
કરમાલાએ એમ પણ જણાવ્યું કે, મેં અનુરાધાનો અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ કોઈ રિસ્પોન્સ આપ્યો નહિ. તેના બાદ અનુરાધાએ કરમાલાનો નંબર જ બ્લોક કરી દીધો હતો. કરમાલાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને પોતાની માતાને પરત મેળવવાની માંગ કરી છે. આ મામલાની સુનવણી હવે 27 જાન્યુઆરીના રોજ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....