એક વાર જે આ Video જોઈ લે, તે ઝીવા ધોનીના વખાણ કરતા થાકતા નથી... ચબરાક છે ધોનીની દીકરી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ભલે હાલ ક્રિકેટના મેદાનથી દૂર રહ્યા હોય, પરંતુ કોઈને કોઈ કારણે તેઓ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તેમજ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે તેમની દીકરી ઝીવા (Ziva Dhoni) હંમેશા સોશિયલ મીડિયામાં ચમકતી રહે છે. ઝીવા ધોની કોઈ સ્ટારથી ઓછી નથી. તેની તસવીરો અને વીડિયો હંમેશા લોકોને પસંદ આવે છે. આવામાં ઝીવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે અને તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીની લાડલી દીકરી ભજન ગાતી દેખાઈ રહી છે.
એક વાર જે આ Video જોઈ લે, તે ઝીવા ધોનીના વખાણ કરતા થાકતા નથી... ચબરાક છે ધોનીની દીકરી

અમદાવાદ :ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ભલે હાલ ક્રિકેટના મેદાનથી દૂર રહ્યા હોય, પરંતુ કોઈને કોઈ કારણે તેઓ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તેમજ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે તેમની દીકરી ઝીવા (Ziva Dhoni) હંમેશા સોશિયલ મીડિયામાં ચમકતી રહે છે. ઝીવા ધોની કોઈ સ્ટારથી ઓછી નથી. તેની તસવીરો અને વીડિયો હંમેશા લોકોને પસંદ આવે છે. આવામાં ઝીવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે અને તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીની લાડલી દીકરી ભજન ગાતી દેખાઈ રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Singing mode ! 😍🤩

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

પરંતુ ઝીવા ધોનીનો આ વીડિયો વાયરલ થવા પાછળનું કારણ જ અલગ છે. હકીકતમાં, આ વાયરલ વીડિયોમાં ઝીવા ધોની હિન્દી કે અંગ્રેજીમાં નહિ, પરંતુ એક એવી ભાષામાં ભજન ગાઈ રહી છે, જેને શીખવામાં લોકોનો પરસેવો છૂટી જાય છે. ઝીવા આ વીડિયોમાં મલયાલમ ભાષામાં કૃષ્ણ ભજન ગાઈ રહી છે. જેને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યાં છે. તેમજ બીજી તરફ લોકો મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીના પણ વખાણ કરી રહ્યા છે કે, તેઓ પોતાની દીકરીને કેવુ સારુ સારુ શીખવાડી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ઝીવાનો આ વીડિયો સાક્ષી ધોની (Sakshi Dhoni) એ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જોકે, આ વીડિયો થોડા દિવસ જૂનો છે, પરંતુ હાલ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને અત્યાર સુધઈ 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તો અનેક લોકો ઝીવાના ટેલેન્ટના વખાણ કરતા થાકતા નથી. લોકો વીડિયો જોઈને કમેન્ટ્સ કરી રહ્યા છે કે, કેવી રીતે જે ભાષાને લોકો સમજી શક્તા નથી, તે ભાષાને આટલી નાનકડી ઉમરમાં ઝીવા ગાઈ રહી છે, એ પણ કૃષ્ણ ભજન... 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news