B`day Special: સાઇંટિસ્ટ બનવા માંગતો હતો આ ફેમસ ડાયરેક્ટર, મિત્રની સલાહથી આવ્યો લાઇફમાં ટર્નિંગ પોઇન્ટ
ફિલ્મ ડાયરક્ટર અને પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ 10 સપ્ટેમ્બરે તેમનો 46મો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યાં છે. અનુરાગને બાળપણથી જ સાયન્સ વધુ પસંદ હતું. તે વૈજ્ઞાનિક (સાઇંટિસ્ટ) બનાવા માંગતા હતા.
નવી દિલ્હી: ફિલ્મ ડાયરક્ટર અને પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ 10 સપ્ટેમ્બરે તેમનો 46મો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યાં છે. અનુરાગને બાળપણથી જ સાયન્સ પ્રત્યે વધુ રસ હતો. તે વૈજ્ઞાનિક (સાઇંટિસ્ટ) બનાવા માંગતા હતા. પરંતુ એક મિત્રની સલાહ પર થિએટર સાથે જોડાયા હતા, જ્યાં તેમની મુસાફરિ આંતરરાષ્ટ્રીય મંચ સુધી જઇ પહોંચી હતી. આ સમયે જી ન્યૂઝ તમને જણાવી રહ્યું છે અનુરાગ કશ્યપની સાથે જોડાયેલી કેટલાક દિલચસ્પ કિસ્સા
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 10 સપ્ટેમ્બર 1972માં જન્મેલા અનુરાગ કશ્યપના પિતા ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં ચીફ એન્જિનિયર હતા. તેમના ટ્રાંસફરના કારણે મોટા દિકરા અનુરાગનું જીવન ઘણા શહરોમાંથી પસાર થયેલું છે. દેરાદુનની ગ્રીન સ્કૂલ અને ગ્વાલિયરના સિંધિયા સ્કૂલમાંથી અનુરાગે શિક્ષણ મેળવ્યુ છે. ત્યારબાદ તેમને દિલ્હીની હંસરાજ કોલેજમાંથી જૂલોજી (જી વિજ્ઞાન) સાથે ગ્રેજ્યુએશન કરવા મોકલી દેવામાં આવ્યા હતા.
છોકરીઓના કારણે શિક્ષણથી દુર ભાગતા હતા અનુરાગ
અનુરાગ કશ્યપે એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોલેજની છોકરીઓના કારણે તેમનું મન શિક્ષણથી દુર ભાગતું હતું. તેઓ છોકરીઓને આકર્ષિત કરવા માટે હેરસ્ટાઇલ બનાવવા લાગ્યા અને રંગ-બેરંગી કપડા પહેરવા લાગ્યા હતા. એટલુ જ નહીં, કોઇ બ્રાન્ડના સેકંડ હેંડ બુટ પણ ખરીવા માટે પૈસાનો જુગાડ કરતા હતા. માત્ર એટલા માટે કે છોકરી તેમની સાથે વાત કરે.
અંગ્રેજી બોલતા આવતું ન હતું
ફિલ્મ ‘દેવ ડી’ના ડાયરેક્ટર અનુરાગ કશ્યપએ જણાવ્યું હતું કે તેમને અંગ્રેજીમાં ઘણા નબળા હતા. આ કારણે તેઓ સિંધિયા સ્કૂલમાં તેમના ક્લાસમેટ્સ અથવા બેંચમેટ્સથી દૂર-દૂર રહેતા હતા અને મોટાભાગનો સમય લાઇબ્રેરીમાં હિન્દી પુસ્તકો વાંચવામાં પસાર કરતા હતા. આ મુશ્કેલી જ્યારે કોલેજમાં સામે આવી ત્યારે તેમણે અંગ્રેજી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ફરી તેમનું મન શિક્ષણમાં લાગવા લાગ્યું હતું.
મિત્રએ આપી થિએટર કરવાની સલાહ
દિલ્હીમાં ‘જન નાટ્ય મંચ’થી જોડાયેલા મિત્ર સુનીત સિન્હાએ અનુરાગને થિયેટરમાં એક્ટિંગ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેમણે સ્ટ્રીટ પ્લે કરવાની તક મળી હતી. તે સમયના ફેમસ હબીબ તનવીરના ગ્રુપમાં જોડાવવા માટે અનુરાગને ઘણી મહેનત કરવી પડી હતી. તે માટે તેમણે શ્રીરામ સેન્ટર પર નાટકની ટિકટ પણ વહેંચી હતી.
1993માં દિલ્હીથી મુંબઇ આવ્યા હતા
આ વર્ષ દિલ્હીમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ થયો હતો. જેમાં Vittorio De Sicaની Bycycle Thieves ફિલ્મથી અનુરાગ ઘણો પ્રભાવિત થયો હતો. ત્યાર પછીના થોડો સમય અનુરાગ કશ્યપ મુંબઇ આવી ગયા હતા. ડાયરેક્ટર તરીકેની અનુરાગ કશ્યપની શરૂઆત ફિલ્મ ‘પાંચ’થી કરી હતી. જોકે, આ ફિલ્મ આજ સુધી મોટા પરદા પર રિલીઝ થઇ શકી નથી. ત્યારબાદ 2004માં ‘બ્લેડ ફ્રાઇડે’માં અનુરાગનું કામ જોવા મળ્યું હતું. પરંતુ ફિલ્મો ઘણા વિવિદો પછી રિલીઝ કરવામાં આવી હતી.
2010માં આવેલી ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં અનુરાગને લોકો ઓળખતા થયા હતા. લીકથી અલગ ચાલતા આ બોલીવુડ ફિલ્મ ડાયરેક્ટરે પ્રેકશકોને અત્યાર સુધીમાં ‘ગુલાબ’, ‘બોમ્બે ટોકીઝ’, ‘અગલી’, ‘રમન રાઘવ 2.0’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે.
21 સપ્ટેમ્બરે રિલીઝ થશે ‘મનમર્ઝીયાં’
અનુરાગ કશ્યપની આવી રહેલી ફિલ્મ ‘મનમર્ઝીયાં’ ટુંક સમયમાં રિલીઝ થવાની છે. તાપસી પન્નુ, વિક્કી કૌશલ અને અભિષેક બચ્ચનની ‘મનમર્ઝીયાં’ થિયેટરમાં 21 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.