નવી દિલ્હી: ગઈકાલે ક્રિકેટ અને મનોરંજનની દુનિયામાં આનંદની લહેર ફરી વળી હતી. જ્યારે સમાચાર મળ્યા કે અનુષ્કા શર્મા (Anushka Sharma)અને વિરાટ કોહલી (Virat Kohli)ના ઘરે પુત્રીની કિલકારી ગુંજી ઉઠી છે. આ સમાચાર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વિરાટ અનુષ્કાની તસવીરો અને અભિનંદનનો ધસારો જોવા મળ્યો હતો. આ પછી ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, આ તસવીરનો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)ની પુત્રી છે. પરંતુ અમે તમને તેની સત્યતા જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અંગ પ્રદર્શનની હદ વટાવતું નેહા ભસીનનું નવું ગીત, intimate સીન પણ ઢગલાબંધ


અનુષ્કા શર્મા (Anushka Sharma)એ સોમવારે બપોરે મુંબઇની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. માતા અને પુત્રી બંને સ્વસ્થ છે, બીજું કોઈ નહીં પરંતુ વિરાટ કોહલી (Virat Kohli)એ પોતે જ આ ખુશખબર સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શેર કરી છે. આ પોસ્ટ પછીથી જ લોકોમાં વિરુષ્કા (Virushka)ની પુત્રીની ઝલક મેળવવા માટે ભારે બેકરારી જોવા મળી રહી છે.


આ પણ વાંચો:- Anushka Sharmaની પુત્રીની પ્રથમ તસવીર આવી સામે, વિરાટ કોહલીના મોટા ભાઈએ કર્યું Welcome


આ બેકરારીને કારણે સોશિયલ મીડિયા પર એક નવજાતની સાથે એક મહિલાની તસવીર વાયરલ થવા લાગી, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમાં અનુષ્કા શર્મા તેની પુત્રી સાથે છે. જુઓ આ તસવીર...


Drugs Case: NCBની મોટી કાર્યવાહી, Muchhad Paanwalaની ધરપકડ, બોલીવુડ સાથે છે કનેક્શન


તમને જણાવી દઈએ કે આ ફોટો વિરાટ અનુષ્કાની પુત્રીનો નથી પરંતુ એક એજન્સીનો છે. આ એજન્સી મીડિયા હાઉસને લાઇફસ્ટાઈલ અને ન્યૂ બોર્ન બેબી જેવા સમાચારો માટે તસવીરો ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે. જાણકારી અનુસાર આ તસવીર 2009ની છે. ઇન્ટરનેટ પર ઘણી વખત જોવા મળી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube