Drugs Case: NCBની મોટી કાર્યવાહી, Muchhad Paanwalaની ધરપકડ, બોલીવુડ સાથે છે કનેક્શન

હવે આ તપાસમાં મુંબઈના જાણીતા મુચ્છડ પાનવાલાનું નામ સામે આવ્યું છે. લાંબી પૂછપરછ કર્યા બાદ એનસીબીએ જયશંકર તિવારી ફર્ફે મુચ્છડ પાનવાલા  (Muchhad Paanwala)ની ધરપકડ કરી છે. 
 

 Drugs Case: NCBની મોટી કાર્યવાહી, Muchhad Paanwalaની ધરપકડ, બોલીવુડ સાથે છે કનેક્શન

નવી દિલ્હીઃ ડ્રગ્સ તસ્કરી મામલા  (Drug Case)માં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દરરોજ કાર્યવાહી કરી રહ્યું છે. દરરોજ નવા નામ સામે આવી રહ્યાં છે. હવે આ તપાસમાં મુંબઈના જાણીતા મુચ્છડ પાનવાલાનું નામ સામે આવ્યું છે. લાંબી પૂછપરછ કર્યા બાદ એનસીબીએ જયશંકર તિવારી ફર્ફે મુચ્છડ પાનવાલા  (Muchhad Paanwala)ની ધરપકડ કરી છે. 

એનસીબીએ મોકલ્યું હતું સમન્સ
હકીકતમાં ડ્રગ્સ મામલામાં નામ સામે આવ્યા બાદ એનસીબીએ મુચ્છડ પાનવાલા (Muchhad Paanwala)ને સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ સોમવારે તેની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે સોમવારે સવારે શરૂ થયેલી પૂછપરછ મોડી રાત સુધી ચાલી હતી. જયશંકર તિવારી સવારે 10.30 કલાકે એનસીબી ઓફિસ પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટસ પ્રમાણે મુચ્છડ પાનવાલાની દુકાનમાંથી  NDPS પદાર્થ પણ જપ્ત થયો છે. ત્યારબાદ તેને પૂછપરછ માટે એનસીબી ઓફિસ બોલાવવામાં આવ્યો હતો. 

— ANI (@ANI) January 12, 2021

મુચ્છડ પાનવાલાના છે ઘણા આઉટલેટ
મહત્વનું છે કે મુચ્છડ પાનવાલાની દુકાન મુંબઈના સાઉથ કેમ્પ્સ કોર્નરમાં છે. મુચ્છડ પાનવાલાની દુકાન ખુબ જાણીતી છે. ઘણી બોલીવુડ સેલિબ્રિટી અને બિઝનેસમેન અહીં આવે છે. આ સિવાય જૈકી શ્રોફ હંમેશા આ દુકાન પર પાન ખાવા આવે છે. અમિતાભ બચ્ચન સહિત ઘણા સેલિબ્રિટીના ઘરે મુચ્છડ પાનવાલાની દુકાનથી પાન જાય છે. હાલમાં મુચ્છડ પાનવાલાએ મુંબઈના એપિએનસી રોડ, મુંબઈ કેન્દ્ર અને ખેતવાડીમાં નવા આઉટલેટ શરૂ કર્યાં છે. 

NSEએ જબરો લોચો માર્યો, આ અભિનેત્રીના એકદમ હોટ PHOTOS શેર કરી દીધા

ઘણા લોકો આવી ચુક્યા છે એનસીબીની પકડમાં
મહત્વનું છે કે એનસીબી એક બાદ એક કાર્યવાહી કરી રહ્યું છે. આ ડ્રગ મામલામાં ઘણા લોકોની ધરપકડ થઈ ચુકી છે. અત્યાર સુધી આ કેસમં ઘણા બોલીવુડ સ્ટાર્સના નામ સામે આવી ચુક્યા છે. આ કડીમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બોલીવુડ સેલિબ્રિટીના ગેજેટ્સની તપાસ શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news