Anushka Sharma વેચી રહી છે પોતાના કપડા, 850 રૂપિયાથી શરૂ થાય છે કિંમત
અનુષ્કા શર્માએ (Anushka Sharma) પોતાના ફેવરિટ મેટરનિટી વિયરને વેચવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની જિંદગી સાથે જોડાયેલી જાણકારી આપતી રહે છે. જો તમે અભિનેત્રીની ફેશન સેન્સના દિવાના છો તો તમારી પાસે તક છે તેના વોર્ડરોબથી મેટરનિટી વિયર પસંદ કરવાની.
અનુષ્કાના કપડાની બોલી લાગી
અનુષ્કા શર્મા (Anushka Sharma) એ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપી કે તે પોતાના મેટરનિટી વિયર એટલે કે પ્રેગનેન્સી દરમિયાન પહેરેલા કપડા વેચી રહી છે. આ કપડાની કિંમત 850 રૂપિયાથી શરૂ થઈને 9500 રૂપિયા સુદી છે. અભિનેત્રીના કેટલાક કપડા પર મોટુ ડિસ્કાઉન્ટ પણ છે.
ગોપી બહૂના ઠુમકા જોઈને ચાહકોના ઉડી ગયા હોશ, સંસ્કારી બહૂના બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ!
બચાવવામાં આવશે 2.5 લાખ લીટર પાણી
અનુષ્કા શર્મા (Anushka Sharma Maternity Wear) ના મેટરનિટી વિયરસને વેચવાથી મળેલા પૈસાનો ઉપયોગ એક એનજીઓ સ્નેહા માતૃત્વ સુરક્ષામાં કરશે સાથે તેનાથી પર્યાવરણનું રક્ષણ પણ થશે. અનુષ્કાએ શેર કરેલા પીસ દ્વારા 2.5 લાખ લીટર પાણી બચાવી શકાશે. અનુષ્કાનો આ પ્રકારનો વિચાર પ્રેગનેન્સી દરમિયાન આવ્યો હતો.
અનુષ્કાએ વીડિયોમાં કહ્યું- માની લો કે જો ભારતની 1 ટકા શહેરોમાં રહેતી પ્રેગનેન્ટ મહિલાઓ આ મેટરનિટી કપડાને બીજીવાર ખરીદે છે તો અમે એટલા પાણીનું સંરક્ષણ કરી શકીએ કે એક વ્યક્તિ તેને 200 વર્ષ સુધી પી શકે. આ એવી રીત છે જેના દ્વારા દરેક વ્યક્તિ એક મોટુ પરિવર્તન લાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube