નવી દિલ્હી :ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા(Anushka Sharma) એ પૂર્વ વિકેટ કીપર ફારુક એન્જિનિયર (Farokh Engineer)ના એ નિવેદનને ખોટુ ગણાવ્યુંક, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સિલેક્ટર્સે ઈંગ્લેન્ડમાં યોજાયેલ વર્લ્ડ કપ દરમિયાન અભિનેત્રીને ચા પિરસી હતી. અનુષ્કાએ ટ્વિટર પર લખ્યું કે, આ વાત એકદમ ખોટી છે કે વિશ્વ કપ દરમિયાન સિલેક્ટર્સે મને ચા પિરસી હતી. હું વર્લ્ડ કપ દરમિયાન એક જ મેચમાં આવી હતી અને ફેમિલી બોક્સમાં બેસી હતી, સિલેક્ટર્સવાળા બોક્સમાં નહિ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી માટેની 8000 ગુણ મગફળી પલળી


મહા વાવાઝોડાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર દેખાવાની શરૂઆત થઈ



અનુષ્કાએ કહ્યું કે, મારા નામનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમ કહેવામાં આવ્યું છે કે હું ટિકીટ કે સુરક્ષા માટે બોર્ડને પરેશાન કરું છું. જ્યારે કે હકીકત એ છે કે, મેં મેચ તથા ફ્લાઈટની ટિકીટ ખુદ જ ખરીદી છે. જ્યારે મને એક હાઈકમિશનરની પત્નીએ ગ્રૂપ ફોટોમાં આવવાની વાત કરી તો બહુ જ સંકોચ સાથે હું તે તસવીર લેવા માટે તૈયાર થઈ હતી. ત્યારે પણ બબાલ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે, હું એ ઈવેન્ટમાં જબરન સામેલ થઈ હતી. જ્યારે કે મને આમંત્રિત કરવામાં આવી હતી. પરંતુ ક્રિકેટ બોર્ડે તેને લઈને સ્પષ્ટીકરણ આપવું પડ્યું અને હું ચૂપ રહી. 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :