VIDEO: ક્રિકેટર બનવા માટે ખુબ મહેનત કરી રહી છે અનુષ્કા શર્મા, આ ફિલ્મમાં મચાવશે ધમાલ
અનુષ્કા શર્મા આ દિવસોમાં ક્રિકેટના મેદાનમાં પરસેવો પાડી રહી છે. ક્રિકેટની ટ્રેનિંગ લેતો અનુષ્કાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ ફેન્સનું કહેવું છે કે વિરાટ કોહલી તેનો પર્સનલ ટ્રેનર છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને તમે ક્રિકેટના મેદાનમાં પતિ વિરાટ કોહલીને ચીયર કરતા તો ખુબ જોઈ હશે પરંતુ હવે અનુષ્કા ખુદ પણ ક્રિકેટર બનવાની તૈયારીઓ કરી રહી છે. ક્રિકેટર બનવા માટે અનુષ્કા શર્મા દિવસ-રાત મેદાનમાં પ્રેક્ટિસ કરી રહી છે અને પરસેવો પાડી રહી છે. મેદાનમાં પ્રેક્ટિસ કરતા અનુષ્કાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
ફિલ્મમાં બનશે ક્રિકેટર
અનુષ્કા શર્માને તમે પહેલવાનથી લઈને ખુબસુરત હસીના સુધીના તમામ પાત્રોમાં તમે જોઈ હશે. હવે અનુષ્કા શર્મા પ્રથમવાર પડદા પર ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે. આ માટે અભિનેત્રી પ્રેક્ટિસ કરી રહી છે. અનુષ્કા શર્મા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'માં મુખ્ય પાત્ર ભજવી રહી છે. ફિલ્મ માટે અનુષ્કા શર્માએ તૈયારી શરૂ કરી દીધી છે અને ફેન્સની સાથે ટ્રેનિંગનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનુષ્કા શર્માને ગ્રાઉન્ડ પર પરસેવો પાડતી જોઈ શકાય છે.
વિરાટ કોહલી પર ફેન્સે કરી મજાક
અનુષ્કા શર્માનો આ ટ્રેનિંગવાળો વીડિયો જોયા બાદ ફેન્સે વિરાટ કોહલી પર કટાક્ષ કર્યો છે. કમેન્ટ સેક્શન પર નજર કરી તો ફેન્સ કહે છે કે અનુષ્કા શર્માને વિરાટ કોહલી ટ્રેનિંગ આપી રહ્યો છે અને તેવામાં અનુષ્કા આ પાત્રમાં ખુબ પરફેક્શન સાથે ઉતરશે. સોશિયલ મીડિયા પર અનુષ્કાનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ PM Modi ને પણ પસંદ પડી બોલિવુડની આ પડકારજનક ફિલ્મ, શું તમે જોઈ કે નહીં?
વામિકા બાદ અનુષ્કાની પ્રથમ ફિલ્મ
પુત્રીને જન્મ આપ્યા બાદ ચકદા એક્સપ્રેસ અનુષ્કા શર્માની પ્રથમ ફિલ્મ છે. તેવામાં આ ફિલ્મ માટે ફેન્સની સાથે અનુષ્કા શર્મા પણ એક્સાઇટેડ છે. અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. વામિકાના જન્મ બાદ અનુષ્કા પુત્રીના ઉછેરમાં વ્યસ્ત હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube