PM Modi ને પસંદ પડી બોલિવુડ ફિલ્મ The Kashmir Files, ફિલ્મની ટીમે કરી મુલાકાત

ફિલ્મના દર્શકો વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. પરંતુ હાલ જાહેર જનતા નહીં, પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ ફિલ્મ ખુબ જ પસંદ પડી છે. તેમણે ફિલ્મની ટીમ સાથે મુલાકાત કરી અને તેમને શુભેચ્છા પણ પાઠવી છે.

PM Modi ને પસંદ પડી બોલિવુડ ફિલ્મ The Kashmir Files, ફિલ્મની ટીમે કરી મુલાકાત

નવી દિલ્હી: બોલિવુડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' ને અનેક રાજ્યોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ અનુપમ ખેર સ્ટાર ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને ઘણો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. 

ફિલ્મના દર્શકો વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. પરંતુ હાલ જાહેર જનતા નહીં, પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ ફિલ્મ ખુબ જ પસંદ પડી છે. તેમણે ફિલ્મની ટીમ સાથે મુલાકાત કરી અને તેમને શુભેચ્છા પણ પાઠવી છે.

ધ કાશ્મીર ફાઈલ્સના પોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમ મોદીની સાથે ટીમનો એક ફોટો શેર કર્યો છે. ડાયરેક્ટર વિવેક અગ્ર્નિહોત્રીએ આ તસવીરોને શેર કરતા લખ્યું, હું ખુબ જ ખુશ છું કે અભિષેકે ભારતના આ પડકારજનક ભરેલી હકીકતને દેખાડવાની હિંમત કરી. યુએસએમાં #TheKashmirFilesનું સ્ક્રીનીંગથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વના વલણને બદલવામાં ફાયદાકારક સાબિત થયું.

મોદીને પસંદ પડી ફિલ્મ
જ્યારે પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમની સાથે ફોટો શેર કરીને લખ્યું છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનો સુખદ અનુભવ રહ્યો. #TheKashmirFiles માટે તેમની પ્રશંસા અને માયાળુ શબ્દો તેને વધુ ખાસ બનાવે છે. અમે અગાઉ ક્યારેય ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં ગર્વ અનુભવ્યો નથી. આભાર મોદીજી...'

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022

ફિલ્મના ફર્સ્ડ ડે કલેક્શન
આ તસવીરમાં પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલ, વિવેક અગ્ર્નિહોત્રી અને પલ્લવી જોશી નજરે પડી રહ્યા છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર પણ છે. 11 માર્ચે રિલીઝ ધ કાશ્મીર ફાઈલ્સે પહેલા દિવસે 3.55 કરોડની સારું ઓપનિંગ કર્યું હતું. ફિલ્મના લોકોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આશા છે કે આવનાર દિવસોમાં ફિલ્મને વર્ડ ઓફ માઉથનો ફાયદો મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news