મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અને ક્રિકેટ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા જબરદસ્ત પ્રાણીપ્રેમી છે. રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે, તે એક એનિમલ હોસ્પિટલ ખોલવા જઈ રહી છે. આના માટે અનુષ્કાએ કરોડો રૂપિયાના ખર્ચે  જમીન પણ લઈ લીધી છે. અનુષ્કાએ શાહપુર તાલુકાના દહેગાવમાં હોસ્પિટલ બનાવવા માટે જમીન લીધી છે. અનુષ્કાને આ જમીન માટે થાણેની કલેક્ટર ઓફિસમાંથી ક્લિયરન્સ પણ મળી ગયું છે. 
અનુષ્કાએ ગયા વર્ષે પોતાના જન્મદિવસ પર આ પ્લાન વિશે જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા તે જ જમીન પર પોતાના પિતા માટે એક બંગલો પણ બનાવવા માગે છે. તે ઇચ્છે છે કે તેના પિતા જ આ હોસ્પિટલ અને શેલ્ટર હોમની સંભાળ રાખે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહિદનો દીકરો મમ્મી જેવો લાગે છે કે પપ્પા જેવો? જોઈને નક્કી કરો


અનુષ્કાને પહેલાંથી પ્રાણીઓ માટે બહુ પ્રેમ છે. લગ્ન પહેલાં અનુષ્કા પોતાના પાળતું કૂતરા માટે શાકાહારી બની છે. એ સમયે હવે તે માત્ર શાકાહારી ભોજન જ આરોગે છે અને તે અગાઉ કરતા વધુ શાકભાજી ખાઈ રહી છે. અનુષ્કાએ પોતાના પાળતું કુતરા ડ્યુડ માટે માંસાહાર છોડી દીધો હતો. તેના કુતરાને માંસ-મચ્છીની ગંધ પસંદ નહોતી એટલે અનુષ્કાએ આ નિર્ણય લીધો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...