Arbaaz Khan-Shura Khan video: બોલીવુડ અભિનેતા અરબાઝ ખાન અને મેકઅપ આર્ટિસ્ટ સુરા ખાન લગ્ન થયા ત્યારથી કોઈને કોઈ કારણસર જમા રહે છે. અરબાઝ ખાન અને સુરા ખાન અલગ અલગ જગ્યાઓએ સ્પોટ પણ થાય છે. તાજેતરમાં જ ફરી એક વખત અરબાઝ ખાન અને સુરા ખાન અને એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Heeramandi સિરીઝની Release Date જાહેર, આ તારીખથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે


આ કપલનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે આ વખતે બંને નો વિડીયો વાયરલ થતા લોકો તેમને એજ ગેપના કારણે ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.



અરબાઝ ખાન સુરા ખાન તાજેતરમાં જ એકબીજાની સાથે ફરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે અરબાઝ અને સુરા એકબીજાનો હાથ પકડી જઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકો સૂરા ખાનને ટ્રોલ કરે છે તો કેટલાક લોકો અરબાઝને ન કહેવાનું કહી રહ્યા છે. 


આ પણ વાંચો: દીકરા અકાયના જન્મ પછી પહેલીવાર અનુષ્કા શર્માએ શેર કર્યો પોતાનો ફોટો, જુઓ તમે પણ


અરબાઝ ખાન અને સુરા ખાનને ટ્રોલ કરતા વીડિયો પર કોમેન્ટ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, "કાલે આ હાથ બદલી જાશે..." અન્ય એક યુઝરે અરબાઝ ખાનને ટ્રોલ કરી લખ્યું છે કે "પોતાની દીકરીને લઈને ક્યાં જાય છે..." એક યુઝરે સુરા ખાનને અરબાઝના "બુઢાપાનો સહારો" કહી છે. એક યુઝરે કે તેમને "ડેડી એન્ડ બેબી" ટેગ આપી દીધું છે.


આ પણ વાંચો: આ ફિલ્મે 18 વર્ષ પહેલાં કરી હતી 1000 થી વધુની કરોડ, આ OTT પ્લેટફોર્મ પર જોવા મળશે


મહત્વનું છે કે ડિસેમ્બર 2023 માં અરબાઝ ખાન અને સુરા સાને નિકાહ કર્યા હતા. નિકાહ બંનેના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં થયા હતા. અરબાઝ ખાન અને સુરા ખાન પટના શુક્લા ફિલ્મના સેટ પર મળ્યા હતા અને ત્યારબાદ બંનેને એકબીજા સાથે પ્રેમ થયો. પટના શુક્લા ફિલ્મ તાજેતરમાં જ ઓટીટી પર રિલીઝ થઈ છે.