મુંબઈ : સલમાન ખાનનો નાનો ભાઈ અરબાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની કરિયરને કારણે નહીં પણ અંગત જીવનને લીધે ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી અરબાઝ ક્યારેક તેની એક્સ વાઈફ માલઈકા અરોરા તો ક્યારેક ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાને મીડિયામાં ચમકતો રહે છે. ઈટાલિયન મોડલ જ્યોર્જિયા અને અરબાઝની રિલેશનશિપ અંગે અનેક વાતો સામે આવી રહી છે. અરબાઝના જન્મદિવસે હાલમાં જ્યોર્જિયાએ પણ અરબાઝ સાથેનો એક ફોટોગ્રાફ પોસ્ટ કરીને તેને બર્થડેની શુભકામના પાઠવી દીધી. આ પોસ્ટ બાદ ફેન્સ એવો અંદાજ લગાવી રહ્યા છે કે જ્યોર્જિયા મલાઈકાની જગ્યા લઈ શકે છે અને અરબાઝ સાથે લગ્નનું પ્લાનિંગ કરી શકે છે.


અરબાઝે 4 ઓગસ્ટના રોજ 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે તેની કથિત ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી હતી. અરબાઝ અને તેની બહેન અર્પિતાનો જન્મદિવસ એક જ દિવસે 4 ઓગસ્ટના રોજ હતો. અરબાઝના જન્મદિવસે જ્યોર્જિયાએ બંનેનો ફોટો અપલોડ કરીને લખ્યું કે, ‘યૂ યોર ડે…હેપ્પી બર્થડે રોકસ્ટાર’. પાર્ટીમાં એવું લાગી રહ્યું હતું કે અરબાઝ અને જ્યોર્જિયાના સંબંધ પર ખાન પરિવારે મંજૂરી આપી દીધી છે.


 બોલિવૂડના ખાસ સમાચાર જાણવા કરો ક્લિક...