મોટા સમાચાર : અર્જુન અને મલાઇકા લગ્ન કરવા માટે તૈયાર !
છેલ્લા કેટલાક દિવસથી આ બંને સતત એકબીજાની સાથે જ જોવા મળી રહ્યા છે
મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોથી અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ચર્ચામાં છે. તેઓ લેક્મે ફેશન વિકમાં એકસાથે જોવા મળ્યા હતા અને ત્યારથી તેમની રિલેશનશીપની જ ચર્ચા છે. તેમની નિકટતા જોઈને લાગે છે કે તેમની વચ્ચે કોઈ ખાસ સંબંધ છે.
સાઉથની સુપરહિટ ‘અર્જુન રેડ્ડી’નો અવતાર લેશે શાહિદ કપૂર, બનશે ‘કબીર સિંહ’
હાલમાં અર્જુન પોતાની લેટેસ્ટ ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'ના પ્રમોશન માટે 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'ના સેટ પર પહોંચ્યો હતો ત્યારે તે અને જજ મલાઇકા સતત એકબીજાનો હાથ પકડીને બેસી રહ્યા હતા અને તેમણે સાથે ડાન્સ પણ કર્યો હતો. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણએ અર્જુન અને મલાઇકા આવતા વર્ષે લગ્ન કરી શકે છે અને તેઓ બહુ જલ્દી પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરશે. આ રિલેશનશીપ ઓફિશીયલ થઈ જાય એ પછી મલાઇકાના ખાસ મિત્રો એક પાર્ટીનું પણ આયોજન કરવાના છે.
‘સુરૈયા’ બનવા માટે કૈટરીનાને કેટલી મહેનત કરવી પડી, તેનો વીડિયો કર્યો શેર
નોંધનીય છે મંગળવારે મલાઈકા અરોરા ફરી અર્જુન કપૂર સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને ઈટલીથી મલાઈકાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરીને પરત ફર્યા છે. બંનેએ એક જ ફ્લાઈટથી મુસાફરી કરી હતી. જોકે, બંને જ્યારે મુંબઈમાં લેન્ડ થયા તો તેમને સામે ફેન્સની ભીડ મળી હતી. આ સમયે મીડિયાથી બચવા માટે બંનેએ અલગ અલગ ગેટથી નીકળવાનું પસંદ કર્યું હતું.