મુંબઈ: બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર પોતાની ખાસ મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે મુંબઈની એક હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ જ્યારે તેણે મીડિયાને ત્યાં જોયા તો ચહેરાનો રંગ જ બદલાઈ ગયો હતો. આ તસવીરો જોઈને દરેક જણે એ વિચારમાં પડી ગયા છે કે આખરે બંને અચાનક આવી રીતે હોસ્પિટલ કેમ પહોંચી ગયાં? હાલમાં જ બંનેના લગ્ન અંગેના અહેવાલો આવ્યાં હતાં, લોકોનું માનવું છે કે આ બંનેની આ હોસ્પિટલ વિઝિટ ક્યાંક તેની જ લિંક તો નથી ને. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા બંને એક જ ગાડીમાં સાથે હોસ્પિટલ પહોંચ્યા હતાં. એવું લાગી રહ્યું હતું કે તેઓ બંને ઘરેથી સાથે સાથે હોસ્પિટલ માટે નીકળ્યા હતાં. 



મીડિયાને જોતા જ ચહેરાનો રંગ ઉડી ગયો
ગાડીમાથી નીચે ઉતરતા જ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા મીડિયાને જોતા જ અલગ-અલગ ચાલવા લાગ્યા હતાં. એવું લાગતું હતું કે કેમેરાને જોતા જ તેમના ચહેરાનો રંગ જાણે ઉડી ગયો હોય. તેમને એવું લાગ્યું જાણે તેમની ચોરી પકડાઈ ગઈ. 



કેમેરાને જોઈને એકલા એકલા રોડ પાર કરવા આગળ નીકળી ગઈ હતી મલાઈકા અરોરા. અર્જુન કપૂરની રાહ પણ જોઈ નહતી. 



મલાઈકા અરોરાએ આંખો પર ચશ્મા ચડાવ્યાં હતાં અને કોશિશ કરી રહી હતી કે તે કેવી રીતે મીડિયાને નજરઅંદાજ કરે. 



બોલિવૂડ અભિનેતા અર્જુન કપુર પણ મલાઈકાની પાછળ પાછળ હોસ્પિટલ દોડી ગયો હતો. અર્જુન કપૂર કેઝ્યુઅલ કપડાંમાં જોવા મળ્યો હતો. 



જે રીતે મલાઈકા હોસ્પિટલની અંદર જતી રહી તે જ રીતે અર્જુન કપૂર પણ ચૂપચાપ અંદર જતો રહ્યો અને બંનેએ મીડિયાને અવગણવાની પૂરેપૂરી કોશિશ કરી હતી. 



(તમામ તસવીરો- સાભાર Yogen Shah)


આખરે કેમ પહોંચી ગયા હોસ્પિટલ
અર્જુન કપુર અને મલાઈકા અરોરા અચાનક હોસ્પિટલ કેમ પહોંચી ગયા? એ વાત દરેકને નવાઈ લગાડે છે. તેની પાછળનું રહસ્ય બહુ જલદી બહાર આવશે.