નવી દિલ્હી: સ્વરા ભાસ્કર (Swara Bhasker) તાજેતરમાં રાહુલ ગાંધી પર ટ્વિટ કરી ચર્ચામાં હતી, તો હવે ટ્વિટર પર #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યું છે. જે સમયે CAA અને NRCને લઇને દેશમાં હંગામો થઈ રહ્યો હતો તે સમયે સ્વરા ભાસ્કરે પ્રદર્શનકારીઓની વચ્ચે ભાગ લીધો હતો અને સરકાર વિરુધ નારા લગાવ્યા હતા. હાલ ટ્વિટર પર સ્વરાનો પ્રદર્શનકારીઓ વચ્ચે નારા લગાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ટ્વિટર પર #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Deepikaએ ઠપકો આપતા Ranveer થયો લેફ્ટ! Ayushmann સાથે કરતો હતો લાઈવ ચેટ


CAA હંગામા દરમિયાન જ્યારે સ્વરા ભાસ્કર પ્રદર્શનકારીઓ વચ્ચે પહોંચી હતી, ત્યારે તેની ધરપકડ કરવાની માગ ઉઠી હતી અને આજે પણ #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યારે CAA વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે દેશમાં કોરોના વાયરસ સંકટ આવ્યો અને આ ભીડને લોકડાઉનના કારણે ઘરે બેસવું પડ્યું હતું. ત્યારે આ મામલો શાંત પડી ગયો હતો. સ્વારા ભાસ્કર પર તે સમયે હિંસાને ભડકાવવાનો આરોપ પણ લાગ્યો હતો. અધિકારીઓએ સ્વરાની સામે કાર્યવાહી કરવા અને તેની ધરપકડ કરવાની માગ કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube