`રામાયણ`ના રાવણે Hema Malini ને જડી દીધી હતી 20 થપ્પડ, જાણો શું હતું કારણ
Arvind Trivedi slaps Hema Malini: ફિલ્મોના શૂટિંગ દરમિયાન ઘણીવાર સ્ટાર્સ વચ્ચે એવી ઘટનાઓ બની જાય છે જે ઈતિહાસ બની જાય છે. આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવીએ. આ ઘટના બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિની અને અરવિંદ ત્રિવેદી સાથે સંબંધિત છે.
Arvind Trivedi slaps Hema Malini: ફિલ્મોના શૂટિંગ દરમિયાન ઘણીવાર સ્ટાર્સ વચ્ચે એવી ઘટનાઓ બની જાય છે જે ઈતિહાસ બની જાય છે. આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવીએ. આ ઘટના બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિની અને અરવિંદ ત્રિવેદી સાથે સંબંધિત છે. અરવિંદ ત્રિવેદી જેમણે રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું. ઘટના એવી હતી કે એકવાર અરવિંદ ત્રિવેદીએ હેમા માલિનીને એક-બે નહીં પણ 20 વાર થપ્પડ મારી હતી.
આ પણ વાંચો:
હનુમાન જયંતી પર આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, બજરંગ બલીનો લુક આવ્યો સામે
25 વર્ષથી એક્ટર અને 35 વર્ષથી ગાયબ છે એક્ટ્રેસ, શોધી રહ્યો છે પરિવાર પણ ન મળી સફળતા
સુશાંત સિંહ રાજપૂતનું ઐશ્વર્યા રાયને લઈને હતું આ સપનું, જે ક્યારેય ન થઈ શક્યું પૂરું
આ ઘટના 1979માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ તેરે આશિક હૈ'ની છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સીનમાં અરવિંદે હેમા માલિનીને થપ્પડ મારવાની હતી. તે સમયે હેમા માલિની સુપરસ્ટાર હતા તેથી અરવિંદ ત્રિવેદી આ સીનને લઈ ખૂબ જ નર્વસ હતા. આ નર્વસનેસમાં આ સીન 20 વખત શૂટ કરવો પડ્યો હતો અને દરેક વખતે હેમા માલિનીને અરવિંદ ત્રિવેદી દ્વારા થપ્પડ ખાવી પડી હતી. જો કે છેક સુધી આ સીન બરાબર થયો ન હતો પરંતુ ત્યાં સુધીમાં હેમા માલિનીને 20 વાર થપ્પડ લાગી ચૂકી હતી.
અરવિંદ ત્રિવેદીએ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને ખરી ઓળખ રામાનંદ સાગર દ્વારા બનેલી ટીવી સિરિયલ રામાયણથી મળી હતી. આ ટીવી સિરિયલમાં અરવિંદે રાવણનો રોલ કર્યો હતો. અરવિંદનો અભિનય એટલો જબરદસ્ત હતો કે આ સીરિયલના પ્રસારણ પછી લોકો તેને રાવણના નામથી જ ઓળખવા લાગ્યા હતા.