હનુમાન જયંતી પર આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, બજરંગ બલીનો લુક જોઈ ફેન્સે કરી વાહ વાહ

Adipurush: હવે રામ ભક્ત બજરંગ બલીના લુકને દર્શાવતું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આદિપુરુષમાં હનુમાનજીનો લુક જોઈને ચાહકો પહેલીવાર ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા છે. અભિનેતા દેવદત્ત નાગ આદિપુરુષમાં બજરંગ બલીનું પાત્ર ભજવી રહ્યા છે.

હનુમાન જયંતી પર આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, બજરંગ બલીનો લુક જોઈ ફેન્સે કરી વાહ વાહ

Adipurush: હનુમાન જયંતિ નિમિત્તે આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર ચાહકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે. 'આદિપુરુષ'ના નિર્માતાઓ આ પહેલા અભિનેતા પ્રભાસ અને કૃતિ સેનના પોસ્ટરને રામ નવમી પર રિલીઝ કરી ચુક્યા છે ત્યારે હવે રામ ભક્ત બજરંગ બલીના લુકને દર્શાવતું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આદિપુરુષમાં હનુમાનજીનો લુક જોઈને ચાહકો પહેલીવાર ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા છે. અભિનેતા દેવદત્ત નાગ આદિપુરુષમાં બજરંગ બલીનું પાત્ર ભજવી રહ્યા છે.

આ પણ વાંચો:

આદિપુરુષ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક ઓમ રાઉતે હનુમાન જયંતિના અવસર પર બજરંગ બલીનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. હનુમાન જન્મોત્સવના અવસર પર બજરંગ બલીનો લુક જોઈને ફેન્સે કોમેન્ટ સેક્શનમાં વખાણ કરી રહ્યા છે. આ ફોટો શેર કરી કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે રામના ભક્ત અને રામકથાના પ્રાણ... જય પવનપુત્ર હનુમાન..

राम के भक्त और रामकथा के प्राण…
जय पवनपुत्र हनुमान!#Adipurush #JaiShriRam #JaiBajrangBali #HanumanJanmotsav#Adipurush releases globally IN THEATRES on June 16, 2023.#Adipurush #Prabhas #SaifAliKhan @kritisanon pic.twitter.com/Yac1QJp6Pt

— Om Raut (@omraut) April 6, 2023

આદિપુરુષને લઈને થતો વિવાદ 

રામનવમીના દિવસે આદિપુરુષ ફિલ્મમાંથી શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણના લુકનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર હજુ પણ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. શ્રી રામની જનોઈથી લઈને માતા સીતાની માંગમાં સિંદૂર ન હોવા સુધીની બાબતો લોકોને ગમી નથી. આ મામલે ફિલ્મના કલાકારો અને નિર્દેશક ઓમ રાઉત વિરુદ્ધ હિંદુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ પણ કરવામાં આવી હતી. હવે વિવાદો વચ્ચે આદિપુરુષ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news