નવી દિલ્હીઃ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો  (NCB) એ શનિવારે એક હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી (Rave Party) પર દરોડા પાડ્યા હતા, ત્યારબાદ 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આજે ફરી આ કેસની સુનાવણી ચાલી રહી છે. આ મામલા સાથે જોડાયેલી એક મોટી જાણકારી સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયાના વકીલ લડી રહ્યા છે આર્યનનો કેસ
હકીકતમાં આર્યન ખાન ડ્રગ કેસને રિયા ચક્રવર્તી કેસ સાથે ખાસ કનેક્શન છે. આર્યન ખાનને જામીન અપાવવાની જવાબદારી જાણીતા વકીલ સતીષ માનશિંદે  (Satish Maneshinde) ને મળી છે. આ તે વકીલ છે જેણે સુશાંત સિંહ રાજપૂત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીનો કેસ લડ્યો હતો. સતીષે રિયાને જામીન પર બહાર કઢાવી હતી. હવે આર્યન ખાન અને તેના પરિવારની આશા સતીષ માનશિંદે પાસે છે. 


સલમાન-સંજયનો લડ્યો કેસ
સતીષ માનશિંધેએ વર્ષ 1993ના બોમ્બ ધમાકા કેસમાં સંજય દત્તને જામીન અપાવવાનું કામ કર્યું હતું. વર્ષ 2002માં સલમાન ખાનના હિટ એન્ડ રન કેસમાં પણ સતીષ માનશિંદેએ તેનો બચાવ કર્યો હતો. આમ સતીષ માનશિંદેએ ઘણા હાઈ પ્રોફાઇલ કેસ લડ્યા છે. 


આ પણ વાંચોઃ Sonam Kapoor એ પહેર્યો વિચિત્ર ડિઝાઇનવાળો ડ્રેસ, લોકોએ કરી રસપ્રદ કોમેન્ટ


15 દિવસ ચાલી હતી રેડની તૈયારી
એનસીબીના ટોપ સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, મુંબઈમાં યોજાનારી રેવ પાર્ટીની માહિતી વિભાગને પહેલાથી મળી ગઈ હતી. પાછલા 15 દિવસથી એનસીબીની ટીમ આ ઓપરેશનની તૈયારી કરી રહી હતી. શનિવારે સવારે 22થી 22 અધિકારીઓની ટીમ સર્ચ વોરન્ટ લઈને એનસીબી ઓફિસથી નિકળી હતી. બધા અધિકારી સાદા કપડામાં હતા. તેથી તે પાર્ટીમાં કોઈ શંકા કે મુશ્કેલી વગર સામેલ થઈ શકે છે. પરંતુ પાર્ટી શરૂ થતાં પહેલા એનસીબીએ તપાસ શરૂ કરી દીધી હતી. અધિકારી બધાને રૂમમાં લઈ ગયા અને ત્યાં તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 8 લોકોની પાસે નશાકારક પદાર્થ મળી આવ્યો હતો, ત્યારબાદ બધાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 


આરોપીઓ પાસેથી મળી આવી આ વસ્તુ
આ 8 લોકોમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનનું નામ પણ સામેલ છે. એનસીબીએ પહેલા આ બધાની પૂછપરછ કરી અને પછી રવિવારે બપોરે આર્યન સહિત 3 આરોપીઓને પ્રતિબંધિત પદાર્થનું સેવન, વેચાણ અને ખરીદમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરી લીધી હતી. સૂત્ર અનુસાર આરોપીઓ પાસેથી 13 ગ્રામ કોકીન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ અને એમડીએમએની 22 ગોળીઓ સિવાય 1.33 લાખ રોકડ મળી છે, જેને જપ્ત કરી લેવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube