Sonam Kapoor એ પહેર્યો વિચિત્ર ડિઝાઇનવાળો ડ્રેસ, લોકોએ કરી રસપ્રદ કોમેન્ટ
સોનમ કપૂર (Sonam Kapoor) હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. થોડા દિવસ પહેલા તેની પ્રેગનેન્સીની અફવાઓ સામે આવી હતી. પરંતુ તે બધી અફવાઓને દૂર કરતા અભિનેત્રીએ પોતાના પરફેક્ટ ફિગરની ફોટો શેર કરી છે. એકવાર ફરી સોનમ ચર્ચામાં છે, આ વખતે તે પોતાના આઉટફિટને કારણે ચર્ચામાં આવી ગઈ છે.
સોનમનો વિચિત્ર ડ્રેસ
સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં સોનમ કપૂર એક વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. હવે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. (Pic Credit: Sonam Kapoor Instagram)
ડ્રેસ પર બનેલા ફિગરે ખેંચ્યુ ધ્યાન
આ ડ્રેસ પર એક ફીમેલ બોડીનું ફીગર બનેલું છે. આ ડ્રેસની સાથે સોનમ કપૂરે પોતાના વાળને ઉપરની તરફ બાંધ્યા છે.
સોનમ થઈ ટ્રોલ
સોનમ કપૂર આ આઉટફિટને લઈને ખુબ ટ્રોલ થઈ રહી છે. કોઈએ કહ્યું કે, રાત્રે કોઈ જોશે તો ડરી જશે. એક યૂઝરે સોનમની તુલના રણવીર સિંહ સાથે કરી દીધી છે.
કરે છે એક્સપેરિમેન્ટ
સોનમ કપૂર હંમેશા કપડાને લઈને નવા-નવા પ્રયોગો કરતી રહે છે. પરંતુ તેની આ સ્ટાઇલ જોઈને લોકોનું મગજ ફરી ગયું છે. અભિનેત્રીના કપડા જોઈ લોકો સમજી શકતા નથી કે તે શું કહેવા ઈચ્છે છે.
સોનમની ફિલ્મ
સોનમ છેલ્લે 2019માં ફિલ્મ ધ જોયા ફેક્ટરમાં જોવા મળી હતી. (Pic Credit: Sonam Kapoor Instagram)
Trending Photos