મુંબઈ ફરવા જાય તેમને કલાકારોના ઘર એટલે કે બંગલા જોવાનો પણ ક્રેઝ હોય છે. શાહરૂખ ખાનનો બંગલો મન્નત હોય, અમિતાભ બચ્ચનનો જલસા અને પ્રતિક્ષા તથા સલમાન ખાનનો ગેલેક્સી એપાર્ટમેન્ટ એ એવી જગ્યાઓ છે જ્યાં બહાર ભીડ જોવા મળે. થોડા વર્ષો પહેલા આવો જ એક બંગલો હતો આશીર્વાદ, જેમાં રાજેશ ખન્ના રહેતા હતા. આ બંગલાને શાપિત ગણવામાં આવતો હતો. એવો કમનસીબ બંગલો હતોકે તેમાં 3 મોટા સ્ટાર્સ રહ્યા અને બરબાદ થઈ ગયા. ત્યારબાદ તેના વિશે ભૂત બંગ્લાની માન્યતા વધુ પાક્કી થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત ભૂષણ બરબાદ થઈ ગયા
રાજેશ ખન્નાનો બંગલો આશીર્વાદ મૂળ એક એંગ્લો ઈન્ડિયન પરિવારનો હતો. બોલીવુડના જે સેલેબ્રિટીએ સૌથી પહેલા તેને ખરીદ્યો તે હતા ભારત ભૂષણ. આ બંગલો કાર્ટર રોડ પર અરેબીયન સીની બાજુમાં બન્યો છે. ભારત ભૂષણ આ બંગલામાં શીફ્ટ થતા પહેલા અનેક મોટી ફિલ્મો જેમ કે બૈજૂ બાવરા, મિર્ઝા ગાલીબ, ગેટવે ઓફ ઈન્ડિયા, બરસાત કી રાત વગેરે કરી ચૂક્યા હતા. તેઓ મોટા કલાકારોની સાથે સ્પર્ધામાં હતા. આ બંગલામાં આવ્યા બાદ તેમની ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી. થોડા વર્ષો વીતતા ભારત ભૂષણનું સ્ટારડમ પૂરું થઈ ગયું અને તેઓ કરજમાં ડૂબી ગયા. ભારત ભૂષણે આ બંગલો વેચી દીધો. ધીરે ધીરે બંગલો ખંડેર થવા લાગ્યો અને લોકો તેને શાપિત માનવા લાગ્યા. 


રાજેન્દ્ર  કુમારે જોયો ખરાબ સમય
1960માં રાજેન્દ્ર કુમારને આ  બંગલા વિશે ખબર પડી. સારા લોકેશન પર સસ્તો બંગલો રાજેન્દ્રકુમારે ખરીદી લીધો. મનોજ કુમારની સલાહ પર તેનું નામ ડિમ્પલ રાખવામાં આવ્યું. જે રાજેન્દ્રકુમારની પુત્રીની નામ હતું. રાજેન્દ્રકુમારે તેમાં પ્રવેશની સાથે પૂજા પાઠ પણ કરાવ્યા જેથી કરીને નેગેટિવિટી ખતમ થાય. બંગલામાં ગયા બાદ રાજેન્દ્રકુમારને 1968-69માં સફળતા મળી ત્યારબાદ તેમનો પણ ખરાબ સમય આવ્યો.  તેમણે પુત્ર સાથે અનેક ફિલ્મો કરી જે ફ્લોપ થઈ. આખરે તેમને પણ પૈસાની તંગી આવી ગઈ. 


રાજેશ ખન્નાએ  ખરીદ્યો બંગલો
70ના દાયકામાં રાજેશ ખન્નાએ આ બંગલો રાજેન્દ્રકુમાર પાસેથી  ખરીદ્યો. તે વખતે તેમની કરિયરનો પીક સમય હતો જ્યારે તેમણે 17 હીટ  ફિલ્મો આપી હતી. તેઓ એક નંબર પર હતા અને લાગતું હતું કે આ જગ્યા કોઈ લઈ શકશે નહીં. 1975માં રાજેશ ખન્નાની ફિલ્મો નિષ્ફળ જવા લાગી. ધીરે ધીરે તેમની જગ્યા પર અમિતાભ બચ્ચન આવી ગયા. આર્થિક સમસ્યાઓ સાથે રાજેશ ખન્નાની પર્સનલ લાઈફમાં પણ મુશ્કેલીઓ આવવા લાગી. તેઓ ડિમ્પલથી અલગ થયા. રાજેશ ખન્નાને કેન્સર થયું અને અંતિમ સમય સુધી 2011 સુધી તેઓ આ બંગલામાં રહ્યા. ત્યારબાદ લોકોનો વિશ્વાસ મજબૂત થયો કે આ બંગલો શાપિત બંગલો છે. 2014માં એક ઈન્ડસ્ટ્રીયલિસ્ટે આ બંગલો ખરીદ્યો અને બે વર્ષ બાદ તેને તોડી પાડવામાં આવ્યો.