મુંબઈ : બોલિવૂડમાં માહી ગિલની ગણતરી સુપરહોટ એક્ટ્રેસ તરીકે થાય છે. તે ‘દેવ ડી’ અને ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર’ જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ છે. હાલમાં માહી ગિલ બુધવારે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. આ શૂટિંગ દરમિયાન કેટલાક લોકો આવ્યા અને શૂટિંગ કરી રહેલા લોકો સહિત માહી પર હુમલો કરી દીધો. આ હુમલામાં ફિલ્મના ક્રૂ મેમ્બર્સ ઘાયલ થઈ ગયા. ફિલ્મની નિર્માતા એકતા કપૂરે પોતાના એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે.


કંગના માટે હૃતિકની બહેનનું મોટું નિવેદન, બની ગઈ પરિવાર માટે વિલન!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો અનુસાર, ફિલ્મના લોકો ઘોડબંદર રોડ પાસે મીરા રોડ પર એક જગ્યાએ શૂટિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન જ ત્યાં હાથમાં લાકડી લઈને કેટલાક લોકો આવ્યા અને ક્રૂ મેમ્બરને મારવાનું શરૂ કરી દીધું. તેમણે માહી ગિલની છેડતી પણ કરી. 


આ હુમલો કરનારા લોકોએ કહ્યું કે, આ લોકેશન અમારું છે અને અમારી પરમિશન વિના અહીં કોઈ શૂટિંગ ન કરી શકે. જોકે ફિલ્મનું શૂટિંગ કરી રહેલા લોકોનું કહેવું છે કે, તેમણે પરમિશન લીધી છે અને તેના માટે પૈસા પણ ચૂકવ્યા છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...