કંગના માટે હૃતિકની બહેનનું મોટું નિવેદન, બની ગઈ પરિવાર માટે વિલન!

હૃતિક રોશન અને કંગના રનૌતના વિવાદમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ નવાનવા વળાંક આવી રહ્યા છે

કંગના માટે હૃતિકની બહેનનું મોટું નિવેદન, બની ગઈ પરિવાર માટે વિલન!

મુંબઈ : હૃતિક રોશન અને કંગના રનૌત વચ્ચેની લડાઈમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. આ મામલામાં હૃતિકની બહેન સુનૈનાએ ચોંકવાનારો ધડાકો કર્યો છે. સુનૈનાએ ટ્વિટર પર કંગનાનો પક્ષ ખેંચ્યો અને કંગનાએ પણ કહ્યું છે કે તે સતત સુનૈનાના સંપર્કમાં છે અને તેઓ સારા મિત્ર છે. સુનૈનાના આ નિવેદનના કારણે તે પરિવાર માટે વિલન બની ગઈ છે. 

હૃતિકની બહેન સુનૈનાએ ટ્વીટર પર તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કહ્યું છે કે તે કંગનાને પૂરેપૂરો સપોર્ટ આપે છે. હવે કંગનાની બહેન રંગોલીએ દાવો કર્યો છે કે સુનૈના એક મુસ્લિમ યુવકના પ્રેમમાં છે. રોશન પરિવારને તેનો સંબંધ મંજૂર નથી. આ સંબંધથી નારાજ રાકેશ રોશનનો પરિવાર સુનૈનાની મારઝુડ પણ કરે છે. થોડા દિવસ પહેલા કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંડેલે દાવો કર્યો હતો કે સુનૈના રોશને ફોન કરીને હૃતિક-કંગના મુદ્દે માફી માંગી હતી.

થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે હૃતિકની બહેન સુનૈના માનસિક બીમારીથી પીડાઈ રહી છે અને બાયપોલર ડિસઓર્ડર સામે ઝઝૂમી રહી છે. સુનૈનાએ જીવનમાં કેટલીય ઠોકરો ખાધી છે. પહેલાં તો સુનૈનાનાં છૂટાછેડા થતાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી. તો ડાયાબિટીસ અને હાયપરટેન્શનની સમસ્યાથી પીડાતી હતી. તેણે બેરિયાટ્રીક સર્જરી કરાવવી પડી હતી અને કેન્સર સામે પણ જંગ લડવી પડી હતી. જો કે આટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલી સુનૈના હિંમત નહોતી હારી અને બહાદુર યોદ્ધાની જેમ તે પોતાની તમામ સમસ્યાઓમાંથી સફળ રીતે બહાર નીકળી શકી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news