મુંબઈ : આસામના ગૌહાટી ખાતે લાઇવ કોન્સર્ટ માટે પહોંચેલા લોકપ્રિય સિંગર શાન પર પર્ફોમન્સ દરમિયાન હુમલો થયો હતો. આ કાર્યક્રમમાં શાન પર પત્થર અને કાગળના ડુચા ફેંકવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોએ શ્વેતાને કહી ગંદી મા પણ એક્ટ્રેસે આપ્યો તમતમતો વળતો જવાબ

આ હુમલાનો વીડિયો ફેસબુક પર વારંવાર દેખાડવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ચાહકો ધમાલ કરતા અને ખુરશીઓની તોડફોડ કરતા દેખાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શાને સ્ટેજ પર બંગાળી ગીત ગાવાનું શરૂ કરતા ધમાલ શરૂ થઈ ગઈ હતી અને ચાહકો કહેવા લાગ્યા હતા કે આ બંગાળ નથી  પણ આસામ છે. 



અનુપ જલોટાને તેની માંએ પુછ્યું કોણ છે જસલીન? જાણો શું મળ્યો જવાબ


આ સમગ્ર મામલા વિશે શાને પણ જાહેરમાં મંતવ્ય જાહેર કરતા કહ્યું છે કે આ ઘટના પર રાજનીતિ ન થવી જોઈએ અને એક કલાકાર સાથે આવું વર્તન યોગ્ય નથી. આયોજકોએ પણ આ મામલે શાનની માફી માગી હતી અને ધમાલ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપી હતી. મળતી માહિતી પ્રમાણે આ ધમાલ પછી શાન કાર્યક્રમને અધવચ્ચે છોડીને ચાલ્યો ગયો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...