નવી દિલ્હીઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 કરતાં પણ વધુ સમયથી અભિનયના ઓજસ પાથરી રહેલા શાહરૂખ ખાનના સ્ટારડમથી સૌ પરિચિત છે. વિદેશોમાં પણ શાહરૂખના પ્રશંસકોની સંખ્યા ઓછી નથી. તેની અનેક ફિલ્મો દુનિયાના અનેક દેશોમાં સુપરહિટ રહી છે. શાહરૂખ ખાનને ફિલ્મોમાં તેના યોગદાન બદલ ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટી સન્માનિત કરવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને ભારત સરકારનું સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી, ફ્રાન્સ સરકારની 'ઓર્ડેર ડ્રેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ', 'લેગિયન ડીહોનૂર' જેવા સન્માન મળી ચૂક્યા છે. આ સાથે જ તેને બેડફોર્ડશાયર યુનિવર્સિટી, એડિનબર્ગ યુનિવર્સિટી, મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટી અને યુકેની લો યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનદ ઉપાધી મળી ચૂકી છે. આ યાદીમાં હવે વધુ એક સન્માનનો ઉમેરો થવાનો છે. 


મેલબોર્નમાં યોજાનારા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન શાહરૂખ ખાનનું લા ટ્રોબ યુનિવર્સિટીના સર્વોચ્ચ સન્માન 'ડોક્ટર ઓફ લેટર્સ' એનાયત કરાશે. શાહરૂખને આ સન્માન નાની વયના બાળકોના સમર્થનમાં તેનાં સતત પ્રયાસો, મીર ફાઉન્ડેશનના માધ્યમથી મહિલા સશક્તિકરણની લડાઈ, ભારતીય મનોરંજન ઉદ્યોગમાં તેની અદ્વિતીય ઉપલબ્ધીઓના કારણે આપવામાં આવશે. 


VIDEO : રિલીઝ થયું નવાઝુદ્દીન સિદ્દીકીના પ્રથમ રેપ સોંગનું ટીઝર, જોઈને થશો ફિદા...


શાહરૂખે આ અંગે ડીએનએને જણાવ્યું કે, "લા ટ્રોબ જેવી મહાન યુનિવર્સિટી દ્વારા સન્માનિત થવા અંગે મને ગર્વ છે. આ યુનિવર્સિટી ભારતીય સંસ્કૃતિ સાથે લાંબા સમયથી સંકળાયેલી છે. મહિલાઓની સમાનતાની તરફેણ કરવામાં આ યુનિવર્સિટીનો પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ છે. મને ડોક્ટરેટની માનદ ડિગ્રી આપવા માટે હું તેનો આભાર માનું છું."


શાહરૂખખાન 8 ઓગસ્ટ, 2019ના રોજ આયોજિત ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિલવમાં ભાગ લેશે. તેના બીજા દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ શાહરૂખને લા ટ્રોબ યુનિવર્સિટીના મેલબોર્ન કેમ્પસમાં માનદ્ ડોક્ટરેટની ઉપાધિ આપવામાં આવે છે. 


જૂઓ LIVE TV....


મનોરંજનના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....