VIDEO : રિલીઝ થયું નવાઝુદ્દીન સિદ્દીકીના પ્રથમ રેપ સોંગનું ટીઝર, જોઈને થશો ફિદા...
ફિલ્મ 'બોલે ચૂડિયાં'નું રેપ સોંગ 'સ્વૈગી ચૂડિયાં' નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતે ગાયું છે અને તેના દેશી શબ્દો-સ્ટાઈલ સાંભળીને તમે આફરિન પોકારી ઉઠશો
Trending Photos
નવી દિલ્હીઃ બોલિવૂડના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની છબી બદલવા માટે તૈયાર છે. નવાઝુદ્દીન સિદ્દીકા આગામી ફિલ્મ 'બોલે ચૂડિયાં'માં એક ચૂડી વેચનારા તરીકે ગામની છોકરીઓ સથે રોમાન્સ કરતા એક રેપ ગીત ગાતો જવા મળશે. આ રેપ સોંગ તેણે જાતે જ ગાયું છે અને તેની એક ઝલક પણ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.
નવાઝુદ્દીન દ્વારા આ રેપ સોંગનું ટીઝર શેર કરવાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. નેશનલ એવોર્ડ વિજેતા આ અભિનેતાએ લાંબા સંઘર્ષ પછી અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં ફૈઝલનું પાત્ર ભજવીને પ્રશંસા મેળવી હતી.
તાજેતરની તેની ફિલ્મો 'મંટો', 'ઠાકરે' અને 'ફોટોગ્રાફ'માં પણ શાનદાર અભિનય આપ્યા પછી હવે તે પોતાની છબી બદલવા માગે છે. તાજેતરમાં જ 'બોલે ચૂડિયાં'ના પ્રમોશનમાં પત્રકારો સાથેની વાતચીતમાં નવાઝુદ્દીને જણાવ્યું કે, "હું એક ગાયક નથી. પરંતુ એક ગીતને રેપ કરવાનો અનુભવ એકદમ અલગ છે. હા, મેં ગીતના બોલ શીખ્યા, તેનો અભ્યાસ કર્યો. જોકે, રેપ ગીતમાં મારા પરફોર્મન્સનું સંપૂર્ણ શ્રેય સંગીતકારને જ જાય છે."
નવાઝુદ્દીને વધુમાં જણાવ્યું કે, "જોકે, આગામી દિવસોમાં ગાયક બનવાની મારી કોઈ ઈચ્છા નથી. આ રેપ ગીતમાં એક દેશી વાત હતી, જે મારા અવાજ સાથે એકદમ મેચ થાય છે. આ કારણે જ ડિરેક્ટરે આ ગીત મારી પાસે ગવડાવ્યું છે."
'બોલે ચૂડિયાં' એક રોમેન્ટિ-ડ્રામા શૈલીની ફિલ્મ છે અને નવાઝુદ્દીન માટે આ ફિલ્મ અત્યંત મહત્વની પણ છે. કેમ કે આ ફિલ્મ સાથે તેમનો ભાઈ શમાસ નવાઝ સિદ્દીકી દિગ્દર્શનના ક્ષેત્રમાં પગ મુકવા જઈ રહ્યો છે. સમાશ પણ આ ફિલ્મ સફળ થાય તેવી ઈચ્છા ધરાવે છે. જેથી ઈન્ડસ્ટ્રીમાં તેનું લોન્ચિંગ સારી રીતે થઈ શકે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે