પંચકુલાઃ લૉકડાઉન પૂરુ થતા આયુષ્માન ખુરાના પોતાના પરિવારની સાથે ચંડીગઢ આવી ગયો છે. આયુષ્માન ખુરાનાએ પોતાના ભાઈ અપારશક્તિ ખુરાનાની સાથે મળીને પોતાના હોમ ટાઉન ચંડીગઢની નજીક એક ઘર લીધું છે. જાણવામાં આવી રહ્યું છે કે પરિવારની સાથે બંન્ને ત્યાં શિફ્ટ થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલી છે ઘરની કિંમત
આયુષ્માને ઘર ચંડીગઢની નજીક પંચકુલામાં ખરીદ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આયુષ્માનના આ ઘરની કિંમત 9 કરોડ રૂપિયા છે. ઘરને લઈને આયુષ્માને આઈએએનએસ સાથે વાતચીતમાં કહ્યુ, ખુરાનાસને એક નવુ ઘર મળી ગયું છે. પરિવારે નિર્ણય કર્યો હતો કે એક સાથે એક ઘરમાં રહેવામાં આવે અને પછી અમે ઘર ખરીદ્યું. આ ઘરમાં અમે અમારી યાદોને સજાવીશું અને તેને શાનદાર બનાવીશું. 


હોલીવુડની રીમેકમાં સાથે જોવા મળશે રણવીર સિંહ અને કેટરીના કેફ?


રિપોર્ટ પ્રમાણે 6 જુલાઈએ આયુષ્માન અને તેની પત્ની તાહિરા કશ્યપ પંચકુલાના તાલુકામાં જોવા મળ્યા હતા. ત્યાં તેણે પોતાના નામ પર ઘરને રજીસ્ટર કરાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે તેનું નવુ ઘર પંચકુલાના સેક્ટર 6માં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube